Bible Language

Genesis 48:14 (GUV) Gujarati Old BSI Version

1 અને વાતો પછી એમ થયું કે કોઈએ યૂસફને કહ્યું, “જો, તારા પિતા માંદા પડયા છે.” અને તે પોતાના બે દિકરા મનાશ્શાને તથા એફ્રાઇમને સાથે લઈને ગયો.
2 અને કોઈએ યાકૂબને ખબર આપી, જુઓ, તમારો દીકરો યૂસફ તમારી પાસે આવે છે.” અને ઇઝરાયલ હોશિયાર થઈને પલંગ પર બેઠો.
3 અને યાકૂબે યૂસફને કહ્યું, “કનાન દેશના લૂઝમાં સર્વસમર્થ ઈશ્વરે મને દર્શન આપીને આશીર્વાદ આપ્યો,
4 અને તેમણે મને કહ્યું, ‘જુઓ, હું તને સફળ કરીશ, ને તને વધારીશ, ને તારાથી લોકોનો સમુદાય ઉત્પન્‍ન કરીશ. અને તારા પછી તારા વંશજોને દેશ સદાકાળના વતનને માટે આપીશ.’
5 અને હવે મિસર દેશમાં તારી પાસે મારા આવ્યા પહેલાં તારા જે બે દિકરા તથા મનાશ્શા, તેઓ મારા છે; રૂબેન તથા શિમયોનની જેમ તેઓ મારા થશે.
6 અને તેઓ પછી તારાં સંતાન જે તારાથી થશે તેઓ તારાં થશે; અને તેઓના ભાઈઓનાં નામ પ્રમાણે તેઓનાં નામ તેઓના વતનમાં કહેવાશે.
7 અને હું તો પાદાનથી આવતો હતો ત્યારે એફ્રાથ પહોંચવાને થોડો રસ્તો બાકી હતો એટલામાં રાહેલ મારા દેખતા માર્ગમાં કનાન દેશમાં મરી ગઈ. અને ત્યાં એફ્રાથના એટલે બેથલેહેમના માર્ગમાં મેં તેને દાટી.”
8 અને ઇઝરાયલ યૂસફના દિકરાઓને જોઈને બોલ્યો, “આ કોણ છે?”
9 અને યૂસફે તેના પિતાને કહ્યું, “એ મારા દિકરા છે, જે ઈશ્વરે મને અહીં આપ્યા છે, અને તેણે કહ્યું, “તેઓને મારી પાસે લાવ કે, હું તેઓને આશીર્વાદ આપું.”
10 હવે ઇઝરાયલની આંખો ઘડપણને લીધે ઝાંખી પડી હતી, તેને સૂઝતું નહોતું. અને યૂસફ તેઓને તેની પાસે લાવ્યો; અને યાકૂબે તેઓને ચૂમ્યા, ને તેઓને ગળે વળગ્યો.
11 અને ઇઝરાયલે યૂસફને કહ્યું, “હું તારું મુખ જોઈશ, એમ હું ધારતો નહોતો. અને જુઓ, ઈશ્વરે તારાં સંતાન પણ મને બતાવ્યાં છે.”
12 અને યૂસફે પોતાનાં ઘૂંટણો વચ્ચેથી તેઓને કાઢયા; અને ભૂમિ સુધી વાંકો વળીને તે નમ્યો.
13 અને યૂસફે તે બન્‍નેને લીધા, પોતાને જમણે હાથે એફ્રાઇમને ઇઝરાયલના ડાબા હાથનિ સામે, ને પોતાને ડાબે હાથ મનાશ્શાને ઇઝરાયલના જમણા હાથની સામે, ને એમ તેઓને તેની પાસે લાવ્યો.
14 અને ઇઝરાયલે પોતાનો જમણો હાથ લાંબો કરીને એફ્રાઇમ જે નાનો હતો તેના માથા પર મૂક્યો, ને પોતાનો ડાબો હાથ મનાશ્શાના માથા પર મૂક્યો. તેણે જાણીજોઈને પોતાના હાથ એમ મૂક્યા; કેમ કે મનાશ્શા જ્યેષ્ઠ હતો.
15 અને તેણે યૂસફને આશીર્વાદ આપ્યો, ને કહ્યું, જે ઈશ્વરનીઇ આગળ મારા પિતૃઓ ઇબ્રાહિમ તથા ઇસહાક ચાલ્યા, જે ઈશ્વરે મને મારા આખા આયુષ્યમાં આજ પર્યંત પાળ્યો,
16 જે દૂતે સર્વ ભૂંડાઈથી મને બચાવ્યો છે, તે છોકરાઓને આશીર્વાદ આપો; અને તેઓ પર મારું નામ તથા મારા પિતૃઓ ઇબ્રાહિમનું તથા ઇસહાકનું નામ મૂકો; અને તેઓ પૃથ્વીમાં વધીને સમુદાય થાઓ.”
17 અને યૂસફે જોયું કે એના પિતાએ જમણો હાથ એફ્રાઇમના માથા પર મૂકયો, ત્યારે તેને તે ખોટું લાગ્યું; અને એફ્રઇમના માથા પરથી મનાશ્શાના માથા પર મૂકવાને તેણે પોતાના પિતાનો હાથ ઉપાડયો.
18 અને યૂસફે તેના પિતાને કહ્યું, “મારા પિતા, એમ નહિ; કેમ કે જ્યેષ્ઠ છે. એના માથા પર તમારો જમણો હાથ મૂકો.”
19 અને તેનો પિતા એમ કરવાની ના પાડીને બોલ્યો, “હું જાણું છું, મારા દિકરા, હું જાણું છું. તે પણ એક પ્રજા થશે, ને તે પણ મોટો થશે. પણ તેનો નાનો ભાઈ તો તેના કરતાં મોટો થશે, ને તેનાં સંતાન અતિ બહોળી દેશજાતિ થશે.”
20 અને તે દિવસે તે તેઓને આશીર્વાદ આપતાં બોલ્યો, “ઇઝરાયલપુત્રો તારું નામ લઈને એકબીજાને આશીર્વાદ આપશે, ને કહેશે, ઈશ્વર તને એફ્રાઇમ તથા મનાશ્શાના જેવો કરો.” અને તેણે એફ્રાઇમને મનાશ્શાથી પહેલો મૂકયો.
21 અને ઇઝરાયલે યૂસફને કહ્યું, “જુઓ, હું મરું છું; પણ ઈશ્વરે તમારી સાથે રહેશે, ને તમને તમારા પિતૃઓના દેશમાં પાછા લાવશે.
22 અને મેં તને તારા ભાઈઓ કરતાં એક ભાગ વધારે આપ્યો છે, જે મેં મારી તરવારથી તથા મારા ધનુષ્યથી અમોરીઓના હાથમાંથી લીધો હતો.”