Bible Language

Hosea 11:6 (GUV) Gujarati Old BSI Version

1 ઇઝરાયલ બાળકિ હતો ત્યારે હું તેના પર પ્રેમ રાખતો હતો, ને મારા પુત્રને મેં મિસરમાંથી બોલાવ્યો.
2 જેમ જેમ પ્રબોધકોએ તેમને તેડાવ્યા’ તેમ તેમ તેઓ તેમનાથી દૂર જતા ગયા. તેઓએ બાલીમને બલિદાન આપ્યા, ને ઘડેલી મૂર્તિઓની આગળ ધૂપ બાળ્યો.
3 તોપણ મેં એફ્રાઈમને ચાલતાં શીખવ્યો. મેં તેઓને બાથમાં લીધા. મેં તેઓને સાજા કર્યા, પણ તેઓએ તે ધ્યાનમાં લીધું નહિ.
4 મેં તેઓને માનવી બંધનોથી, પ્રમની દોરીઓથી ખેંચ્યા; હું તેમના પ્રત્યે તેમની ગરદન પરથી ઝૂંસરી ઉઠાવી લેનારના જેવો હતો, ને મેં તેઓની આગળ ખાવાનું મૂક્યું.
5 તે મિસર દેશમાં પાછો જશે નહિ, પણ આશૂર તેનો રાજા થશે, કેમ કે તેઓએ મારી તરફ પાછા ફરવાની ના પાડી.
6 તેમની પોતાની મસલતોને લીધે તરવાર તેનાં નગરો પર આવી પડશે, નેતેના દરવાજાઓને ભાંગી નાખીને તેમનો નાશ કરશે.
7 મારા લોકનું વલણ મારી પાસેથી પાછું હઠી જવાનું છે; જો કે તેઓ તેઓને સ્વર્ગવાસી ઈશ્વર પાસે બોલાવે, તે છતાં કોઈ પણ તેને માન આપશે નહિ.
8 હે એફ્રાઈમ, હું તને શી રીતે તજી દઉ? હે ઇઝરાયલ, હું તને શી રીતે સોંપી દઉ? હું શી રીતે તારા હાલ આહ્માહના જેવા કરું? હું શી રીતે તારી સાથે સબોઈમની જેમ વર્તું? મારા મનમાં ઊથલપાથલ થાય છે, મારી કરુણાવૃત્તિઓ પ્રબળ થાય છે.
9 હું મારા ક્રોધના આવેશ પ્રમાણે વર્તીશ નહિ, હું ફરીથી એફ્રાઈમનો નાશ કરીશ નહિ, કેમ કે હું ઈશ્વર છું મનુષ્ય નથી. તારામાં રહેનાર પવિત્ર ઈશ્વર તે હું છું; હું કોપાયમાન થઈને આવીશ નહિ.
10 યહોવા સિંહની જેમ ગર્જના કરશે, તેમની પાછળ તેઓ ચાલશે. તે ગર્જના કરશે, ને પશ્ચિમથી પુત્રો ધ્રૂજતા ધ્રૂજતા આવશે.
11 તેઓ પક્ષીની જેમ મિસરમાંથી, ને કબૂતરની જેમ આશૂર દેશમાંથી ધ્રૂજતા ધ્રૂજતા આવશે. હું તેઓને તેમનાં પોતાનાં ઘરોમાં વસાવીશ, યહોવા એમ કહે છે.
12 “એફ્રાઈમ જૂઠું બોલીને, ને ઇઝરાયલ ઠગાઈ કરીને મારી આસપાસ ફરી વળે છે. યહૂદા હજી સુધી ઈશ્વર પ્રત્યે, તેના વિશ્વાસુ પવિત્ર ઈશ્વર પ્રત્યે, અસ્થિર છે.