Bible Language

Psalms 96:7 (GUV) Gujarati Old BSI Version

1 યહોવાની આગળ નવું ગીત ગાઓ; આખી પૃથ્વી, યહોવાની આગળ ગાઓ.
2 યહોવાની આગળ ગાઓ, તેમના નામને સ્તુત્ય માનો; દિનપ્રતિદિન તેમનું તારણ પ્રગટ કરો.
3 વિદેશીઓમાં તેમનો મહિમા, અને સર્વ લોકોમાં તેમના ચમત્કાર, જાહેર કરો.
4 કેમ કે યહોવા મોટા અને બહુ સ્તુત્ય છે. સર્વ દેવો કરતાં તે ભયાવહ છે.
5 લોકોના સર્વ દેવો મૂર્તિઓ છે; પણ યહોવાએ આકાશોને ઉત્પન્‍ન કર્યાં.
6 સન્માન તથા મહિમા તેમની સમક્ષ છે; સામર્થ્ય તથા શોભા તેમના પવિત્રસ્થાનમાં છે.
7 લોકોનાં કુળો, યહોવાની સ્તુતિ કરો, ગૌરવ તથા સામર્થ્ય યહોવાને આપો.
8 યહોવાના નામને શોભતું ગૌરવ તેમને આપો. અર્પણ લઈને તેમનાં આંગણામાં આવો.
9 પવિત્રતાની સુંદરતાએ યહોવાને ભજો; આખી પૃથ્વી, તેમની આગળ કંપો.
10 વિદેશીઓમાં કહો, “યહોવા રાજ કરે છે; જગત પણ એવી રીતે સ્થાપન કરવામાં આવેલું છે તે ખસેડી શકાય નહિ; તે યથાર્થપણે લોકોનો ન્યાય કરશે.”
11 આકાશો આનંદ કરો, અને પૃથ્વી હરખાઓ; સમુદ્ર તથા તેનું ભરપૂરપણું ગાજો;
12 ખેતર તથા તેમાં જે કંઈ છે તે સર્વ ઉત્સાહ કરો; ત્યારે વનનાં સર્વ વૃક્ષો યહોવાની આગળ હર્ષનાદ કરશે,
13 કેમ કે તે આવે છે; તે પૃથ્વીનો ન્યાય કરવા આવે છે; તે યથાર્થપણે જગતનો, અને તેમની સત્યતાએ લોકોનો ન્યાય કરશે.