Bible Language

Joshua 22 (GUV) Gujarati Old BSI Version

1 ત્યારે યહોશુઆએ રુબેનીઓને તથા ગાદીઓને તથા મનાશ્શાના અર્ધકુળને બોલાવ્યા,
2 અને તેઓને કહ્યું, “યહોવાના સેવક મૂસાએ જે તમને આપી હતી તે સર્વ તમે પાળી છે ને જે આજ્ઞાઓ મેં તમને આપી તે સર્વ તમે શબ્દેશબ્દ પાળી છે;
3 ઘણા દિવસથી આજ સુધી તમે તમારા ભાઈઓને તજી દીધા નથી, પણ તમારા ઈશ્વર યહોવાની આજ્ઞામાં ફરમાવેલી ફરજ તમે બજાવી છે.
4 અને હવે તમારા ઈશ્વર યહોવાએ તમારા ભાઈઓને કહ્યું હતું તેમ, હમણાં તેણે તેઓને વિશ્રાંતિ આપી છે. માટે તે પાછા વળીને તમારા તંબુઓમાં તથા તમારા વતનની ભૂમિ, જે યહોવાના સેવક મૂસાએ તમને યર્દનની પેલે પાર આપી, તેમાં જાઓ.
5 ફક્ત જે તથા નિયમ યહોવાના સેવક મૂસાએ તમને ફરમાવ્યાં, એટલે કે પોતાના ઈશ્વર યહોવા ઉપર પ્રેમ રાખવો, ને તેમના સર્વ માર્ગોમાં ચાલવું, ને તેમના સર્વ માર્ગોમાં ચાલવું, ને તેમની પાળવી, ને તેમને વળગી રહેવું, ને તમારા ખરા મનથી ને તમારા ખરા જીવથી તેમની સેવા કરવી, તે સર્વ તમે ઘણી ખંતથી પાળજો.”
6 એમ યહોશુઆએ તેઓને આશીર્વાદ આપીને વિદાય કર્યા; અને તેઓ પોતાના તંબુઓમાં પાછા ગયા.
7 હવે મનાશ્શાના અર્ધકુળને મૂસાએ બાશાનમાં વતન આપ્યું હતું; પણ તેના બીજા અર્ધભાગને યહોશુઆએ તેઓના ભાઈઓ સાથે પશ્ચિમમાં યર્દન પાર વતન આપ્યું. વળી જ્યારે યહોશુઆએ તેઓને તેઓના તંબુઓમાં મોકલી દીધા, ત્યારે તેણે તેઓને આશીર્વાદ આપ્યો,
8 અને તેણે તેઓને કહ્યું, ઘણું દ્રવ્ય, ને પુષ્કળ ઢોર, રૂપું, સોનું, તાંબું, ને લોઢું, ને પુષ્કળ વસ્‍ત્રો લઈને પોતપોતાના તંબુઓમાં પાછો જાઓ, તમારા ભાઈઓ સાથે તમારા શત્રુઓ પાસેથી મેળવેલી લૂંટ વહેંચી લેજો.”
9 અને રુબેનપુત્રો ને ગાદપુત્રો ને મનાશ્શાનું અર્ધકુળ કનાન દેશમાંના શીલોમાંથી ઇઝરાયલીઓ મધ્યેથી નીકળીને પોતાના વતણો ગિલ્યાદ પ્રાંત, જે મૂસાની મારફતે અપાયેલી યહોવાની પ્રમાણે તેઓને મળ્યો હતો, તેમાં જવાને પાછા ફર્યા.
10 અને યર્દનની પાસેનો જે પ્રદેશ કનાન દેશમાં છે, ત્યાં રુબેનપુત્રો ને ગાદપુત્રો ને મનાશ્શાનું અર્ધકુળ આવી પહોંચ્યા, ત્યારે ત્યાં યર્દન પાસે તેઓએ દૂરથી દેખાય એવી મોટી વેદી બાંધી.
11 અને ઇઝરાયલી લોકોને એવી ખબર મળી કે રુબેનપુત્રોએ ને ગાદપુત્રોએ ને મનાશ્શાના અર્ધકુળે કનાન દેશને મોખરે, યર્દન પાસેના પ્રદેશમાં, તથા ઇઝરાયલીઓની ભૂમિની બાજુએ, એક વેદી બાંધી છે.
12 ઇઝરાયલી લોકોએ તે સાંભળ્યું, ત્યારે તેઓની આખી પ્રજઅ તેમની સાથે યુદ્ધ કરવા માટે શીલોમાં ભેગી થઈ.
13 ઇઝરાયલીઓએ ગિલ્યાદ દેશમાં રુબેનપુત્રો તથા ગાદપુત્રો, તથા મનાશ્શાના અર્ધકુળની પાસે એલાઝાર યાજકના પુત્ર ફીનહાસને મોકલ્યો.
14 અને તેની સાથે ઇઝરયલનાં સર્વ કુળોમાંથી પ્રત્યેક મુખ્ય કુટુંબનો એક એક આગેવાન, એવા દશ આગેવાનો તેઓએ મોકલ્યા; અને તે બધા ઇઝરાયલનાં કુટુંબો મધ્યે પોતપોતાના પિતૃઓનાં ઘરોના વડીલો હતા.
15 તેઓએ ગિલ્યાદ પ્રાંતમાં રુબેનપુત્રોની તથા ગાદપુત્રોની તથા મનાશ્શાના અર્ધકુળની પાસે જઈને તેઓને કહ્યું,
16 “યહોવાની આખી પ્રજા એમ કહે છે, કે તમે ઇઝરાયલના ઈશ્વરની વિરુદ્ધ કેવો અપરાધ કર્યો છે કે આજે તમે યહોવાને અનુસરવાનું છોડી દઈ પોતાને માટે વેદી બાંધીને યહોવાનો દ્રોહ કર્યો છે?
17 પેઓરનો અન્યાય કે, જેને લીધે યહોવાએ આખી પ્રજા ઉપર મરકી મોકલી હતી તોપણ તેમાંથી આજ સુધી આપણે પોતાને શુદ્ધ કર્યો નથી, તે આપણો અપરાધ કંઈ નાનોસૂનો છે શું
18 કે, યહોવાને અનુસરવાથી આજે તમારે ફરી જવું પડે છે? એથી એમ થશે કે, તમે આજે યહોવાનો દ્રોહ કરો છો, માટે કાલે ઇઝરાયલનિ આખી પ્રજા ઉપર તે કોપાયમાન થશે.
19 તથાપિ જો તમારા વતનની ભૂમિ અપવિત્ર લાગતી હોય, તો યહોવાએ વતનને માટે આપેલી ભૂમિ, જ્યાં યહોવાનો મંડપ રહે છે, ત્યાં નદી ઊતરીને આવો, ને અમારી ભેગા રહો; પણ આપણા ઈશ્વર યહોવાની વેદી સિવાય બીજી વેદી બાંધીને યહોવાનો દ્રોહ કરશો નહિ, ને અમારો પણ દ્રોહ કરશો નહિ.
20 ઝેરાના દીકરા આખાને શાપિત વસ્તુ સંબંધી કરેલી નું ઉલ્લંઘન કર્યું, ને તેથી ઇઝરાયલની સમગ્ર પ્રજા પર કોપ આવ્યો કે નહિ? અને તે માણસ એકલો પોતાના અન્યાયમાં નાશ પામ્યો એમ નથી.”
21 ત્યારે રુબેનપુત્રોએ તથા ગાદપુત્રોએ તથા મનાશ્‍શાના અર્ધકુળે ઇઝરાયલના હજારોના વડીલોને ઉત્તર આપ્યો,
22 “દેવોનાં ઈશ્વર યહોવા, દેવોનાં ઈશ્વર યહોવા, તે જાણે છે, ને ઇઝરાયલ પણ જાણશે કે, યહોવાનો દ્રોહ કર્યાથી અથવા તેમની નું ઉલ્લંઘન કર્યાથી, (આજે તમે અમારો બચાવ કરશો નહિ, )
23 જો અમે યહોવાને અનુસરવાનું તજી દેવ માટે વેદી બાંધી હોય; કે જો તે પર દહનીયાર્પણ કે ખાદ્યાર્પણ કે શાંત્યર્પણોના યજ્ઞ કરવા માટે બાંધી હોય, તો યહોવા પોતે અમારિ પાસેથી તેનો જવાબ લો;
24 કેમ કે અમે વિચાર કરીને હેતુથી કામ કર્યું છે કે, રખેને ભવિષ્યમાં તમારા પુત્રો અમારા પુત્રોને કહે કે ઇઝરાયલના ઈશ્વર યહોવાની સાથે તમને શું લાગેવળગે છે?
25 કેમ કે, હે રુબેનપુત્રો અને ગાદપુત્રો, તમારી અને અમારી વચ્ચે યહોવાએ યર્દનને સરહદ ઠરાવી છે; તેથી તમને યહોવાની સાથે કંઈ લાગતુંવળગતું નથી; એમ કહીને તમારા પુત્રો અમારા પુત્રોને યહોવાનું ભય રાખતાં અટકાવે.
26 માટે અમે કહ્યું કે, આપણે પોતાને માટે વેદી બાંધવાની તૈયાર કરીએ, દહનીયાર્પણને માટે નહિ, કે યજ્ઞ ને માટે નહિ;
27 પણ અમારી ને તમારી વચ્ચે, ને આપણી પાછળ આપણાં સંતાનોની વચ્ચે સાક્ષીરૂપ થાય કે, અમારાં દહનીયાર્પણથી ને અમારા યજ્ઞ થી ને અમારાં શાંત્યર્પણથી યહોવાની સેવા કરવાનો અમને પણ હક છે. જેથી ભવિષ્યમાં તમારા વંશજો અમારા વંશજોને એવું કહે કે, તમને યહોવાની સાથે કંઈ લાગતુંવળગતું નથી.
28 માટે અમે કહ્યું કે, તેઓ ભવિષ્યમાં અમને કે અમારાં સંતાનોને એમ કહે, ત્યારે અમે તેઓને આ‍ પ્રમાણે કહીશું કે, યહોવાનિ વેદીનો નમૂનો જુઓ; અમારા પિતૃઓએ ઊભી કરેલી છે, દહનીયાર્પણ અથવા યજ્ઞ ને માટે નહિ, પણ તો અમારી ને તમારી વચ્ચે સાક્ષીરૂપ થવા માટે છે.
29 અમારા ઈશ્વર યહોવાના મંડપની સામે જે તેમની વેદી છે, તે સિવાય અમે દહનીયાર્પણ કે ખાદ્યાર્પણ કે યજ્ઞ ને માટે બીજી વેદી બાંધીને યહોવાનો દ્રોહ કરીએ, ને યહોવાને અનુસરવાનું છોડી દઈએ, એવું કદી થાઓ.”
30 રુબેનપુત્રોએ તથા ગાદપુત્રોએ તથા મનાશ્શાનાપુત્રોએ જે વચન કહ્યાં, તે ફીનહાસ યાજકે અને તેની સાથે પ્રજાના જે આગેવનો એટલે ઇઝરાયલના હજારોના વડીલો હતા તેઓએ સાંભળ્યાં, ત્યારે તેઓને બહુ સારું લાગ્યું.
31 અને એલાઝાર યાજકના દીકરા ફીનહાસે રુબેનપુત્રોને તથા ગાદપુત્રોને તથા મનાશ્શાનાપુત્રોને કહ્યું, “આજે અમને ખાતરી થઈ છે કે યહોવા આપણી મધ્યે છે, કેમ કે આમાં તમે યહોવાની નું ઉલ્લંઘન કર્યું નથી; હવે તો તમે ઇઝરાયલીઓને યહોવાના હાથમાંથી છોડાવ્યા છે.”
32 અને એલાઝાર યાજકના પુત્ર ફીનહાસે ને તે આગેવાનોએ રુબેનપુત્રો પાસેથી ને ગાદપુત્રો પાસેથી, ગિલ્યાદ પ્રાંતમાંથી કનાન દેશમાં પાછા આવીને ઇઝરાયલી લોકોને ખબર આપી.
33 તે સાંભળીને ઇઝરાયલીઓ સંતોષ પામ્યા; અને તેઓએ ઈશ્વરની સ્તુતિ કરી, ને જે દેશમાં રુબેનપુત્રો તથા ગાદપુત્રો વસતા હતા, તેનો નાશ કરવાને તેઓએ ત્યાર પછી ચઢાઈ કરવાની વાત કદી કાઢી નહિ.
34 અને રુબેનપુત્રોએ તથા ગાદપુત્રોએ તે વેદીનું નામ એદ પાડ્યું; કેમ કે તેઓએ કહ્યું કે, “તે આપણી વચ્ચે સાક્ષીરૂપ છે કે યહોવા ઈશ્વર છે.”