Bible Language Cross References for the verse Psalms 105:0 in GUV
- 1 તમાંરે પૂજા કરવા માંટે દેવોની મૂર્તિઓ બનાવવી નહિ, તેમજ કોતરેલી મૂર્તિ, સ્તંભ કે કંડારેલા પથ્થરની પૂજા કરવી નહિ, કારણ ‘હું યહોવા તમાંરો દેવ છું.’
- 2 “તમાંરે માંરા વિશ્રામવાર પાળવા અને માંરા મુલાકાતમંડપની પવિત્રતા જાળવવી, હું યહોવા છું.
- 3 “જો તમે માંરા સર્વ કાનૂનો પ્રમાંણે ચાલશો અને માંરી સર્વ આજ્ઞાઓનું પાલન કરીને તેનો અમલ કરશો;
- 4 તો હું તમાંરા માંટે નિયમિત ઋતુ પ્રમાંણે વરસાદ મોકલીશ, જમીન તમને પાક આપશે અને વૃક્ષો ફળ આપશે.
- 5 તમાંરે ત્યાં પુષ્કળ પાક ઊતરશે, વાવણીનો સમય આવે ત્યાં સુધી દ્રાક્ષ પાકયા કરશે, અને લણવાનું કામ વાવણીના સમય સુધી ચાલશે, તમે ધરાતાં સુધી જમશો અને દેશમાં સુરક્ષિત રહેશો.
- 6 હું તમને દેશમાં શાંતિ આપીશ, અને તમે રાત્રે નિર્ભય બની નિરાંતે ઊધી શકશો, ‘હું દેશમાંથી હિંસક પ્રાણીઓને ભગાડી મૂકીશ અને યુદ્ધ થવા દઈશ નહિ.
- 7 “તમે તમાંરા દુશ્મનોને હાંકી કાઢશો, અને તેઓ તમાંરી તરવારનો ભોગ બનશે.
- 8 તમાંરામાંના પાંચ એકસોને હાંકી કાઢશે અને તમાંરામાંના 10 હાંકશે 10 ,000ને! તમાંરા સર્વ શત્રુઓનો પરાજય થશે અને તમાંરી તરવારથી માંર્યા જશે.
- 9 “હું તમાંરા તરફ થઈશ, તમાંરી સંભાળ રાખીશ, અને તમાંરું સંખ્યાબળ વધારીશ. તમને ઘણાં સંતાન આપીશ, અને તમાંરી સાથેનો માંરો કરાર હું પૂર્ણ કરીશ.
- 10 તમાંરી પાસે પુષ્કળ અનાજ હશે, આખું વરસ ખાવા છંતા તે ખૂટશે નહિ. નવો પાક તૈયાર થશે ત્યારે તેને સંધરવા જૂના પાકનો વધેલો ભાગ ફેંકી દેવો પડશે.
- 11 હું તમાંરી વચ્ચે માંરું નિવાસ કરીશ. હું તમાંરો ત્યાગ કરીશ નહિ.
- 12 હું તમાંરી મધ્યે વાસો કરીશ. હું તમાંરો દેવ થઈશ અને તમે માંરી પ્રજા થશો.
- 13 કારણ કે તમને ચાકરીમાંથી છોડાવી મિસરની બહાર લાવનાર હું તમાંરો દેવ યહોવા છું. તમાંરી ચાકરીની ઝૂસરી તોડી નાખીને તમને ઉન્નત મસ્તકે ચાલતા મેં કર્યા છે.
- 14 “પરંતુ જો તમે માંરું કહ્યું સાંભળશો નહિ અને માંરી આજ્ઞાઓનું ઉલંઘન કરશો,
- 15 તથા માંરા કાનૂનોને ફગાવી દેશો, માંરા કાયદાઓની ઉપેક્ષા કરશો અને માંરી પ્રત્યેક આજ્ઞાનું પાલન ન કરીને માંરા કરારનો ભંગ કરશો,
- 16 તો હું તમને આ પ્રમાંણે સજા કરીશ: હું તમાંરા પર અત્યંત ત્રાસ વર્તાવીશ. હું તમાંરા પર એવા રોગો અને જવર મોકલીશ કે જે તમને અંધ બનાવી દેશે, અને તમાંરા જીવનનો નિકાસ કરી નાખશે. તમે વાવશો દાણા છતાં તમાંરો પાક જમી શકશો નહિ, કારણ કે તે તમાંરો શત્રુ જમશે.
- 17 હું તમાંરી વિરુદ્ધ થઈ જઈશ અને તમાંરો પરાજય તમાંરા દુશ્મનોને હાથે હું કરાવીશ તમાંરા શત્રુઓ તમાંરા પર રાજ કરશે, અને કોઈ તમાંરી પાછળ નહિ પડયું હોય છતાં તમે ભાગતા ફરશો.
- 18 “આટલી મુશ્કેલીઓ પડવા છતાં તમે જો માંરું કહ્યું નહિ માંનો, તો હું તમને તમાંરા પાપો બદલ સાત ગણી વધુ શિક્ષા કરીશ.
- 19 હું તમાંરું શક્તિનું અભિમાંન ઉતારી નાખીશ, તમાંરા આકાશને લોખંડના તવા જેવું બનાવીશ જેથી એક ટીપું ય વરસાદ પડશે નહિ, અને તમાંરી જમીનને પિત્તળ જેવી સૂકી ભઠ્ઠ બનાવી દઈશ;
- 20 તમાંરી મહેનત વ્યર્થ જશે. તમાંરી જમીનમાં કશુંય પાકશે નહિ અને તમાંરાં વૃક્ષોને ફળ પણ આવશે નહિ.”
- 21 “અને તે છતાંય તમે માંરી આજ્ઞાની વિરુદ્ધ વર્તન કરવાનું ચાલુ રાખશો અને માંરું નહિ સાંભળો તો હું તમાંરાં પાપોને કારણે સાતગણી વધુ આફતો ઉતારીશ.
- 22 પછી હું તમાંરા ઉપર જંગલી જાનવરો છોડી મૂકીશ, જે તમાંરાં બાળકોને માંરી નાખશે અને તમાંરાં પશુઓનો નાશ કરશે, પરિણામે તમાંરી સંખ્યા ઘટી જતા તમાંરા રસ્તાઓ ઉજજડ થઈ જશે.”
- 23 “આમ છતાં પણ જો તમાંરું પરિવર્તન નહિ થાય અને તમે નહિ સુધરો અને માંરી વિરુદ્ધ વર્તન કરવાનું ચાલુ રાખશો;
- 24 તો હું તમાંરી વિરુદ્ધ થઈશ, અને હું પોતે તમને તમાંરાં પાપો માંટે સાતગણી વધુ આકરી સજા કરીશ.
- 25 માંરા કરાર ભંગનો બદલો લેવા હું તમાંરા ઉપર યુદ્ધ મોકલીશ. તમે તમાંરાં નગરોમાં અદૃશ્ય થઈ જશો તો હું ત્યાં તમાંરી મધ્યે મરકી મોકલીશ; તમાંરે તમાંરા શત્રુઓને શરણે જવું પડશે.
- 26 હું તારા અનાજના પૂરવઠાનો નાશ કરીશ જેથી દશ પરિવારો માંટે રોટલી શેકવા માંટે ફકત એક ભઠ્ઠી પૂરતી થઈ પડશે; તેઓ તમને માંપી તોલીને રોટલી વહેંચશે, અને તમાંરું પેટ નહિ ભરાતા તમે ભૂખ્યાં જ રહેશો.
- 27 “આટઆટલું વીતવા છતાંય તમે માંરું નહિ સાંભળો અને માંરી સામે થશો,
- 28 તો હું પણ ક્રોધે ભરાઈને તમાંરી સામે પડીશ અને તમાંરાં પાપોની સાતગણી મોટી શિક્ષા તમને કરીશ.
- 29 તમાંરે તમાંરા પુત્ર અને પુત્રીઓનું માંસ જમવાનો સમય આવશે.
- 30 હું તમે જયાં તમાંરી મૂર્તિઓની પૂજા કરો છો તે ટેકરીઓ ઉપરનાં મુલાકાતમંડપનો નાશ કરીશ અને તમાંરી મૂર્તિઓના ભંગાર ઉપર હું તમાંરાં મૃતદેહો ખડકીશ. હું તમને તિરસ્કૃત કરી નાખીશ.
- 31 હું તમાંરા નગરોને વેરાન ખંડેર બનાવી દઈશ. તમાંરાં પવિત્ર સ્થાનોનો વિનાશ કરીશ, અને તમાંરાં સુવાસિત અર્પણોનો અસ્વીકાર કરીશ.
- 32 હું તમાંરા દેશને એવો તારાજ કરી નાખીશ કે તમાંરા દુશ્મનો જે તેમાં વસશે તેઓ પણ તમાંરી દુર્દશા જોઈને આભા બની જશે.
- 33 હું તમને અનેક દેશોમાં વેરવિખેર કરી નીખીશ, હું તરવાર લઈને તમાંરી પાછળ પડીશ અને તમાંરો દેશ ઉજજડ વેરાન થઈ જશે, અને તમાંરાં શહેરો ખંડેર થઈ જશે.
- 34 “અને જયારે તમે દુશ્મનોના પ્રદેશમાં રહેતા હશો તે વર્ષોમાં જમીન ઉજજડ પડી રહેશે, અને તે તેનો વિશ્રામવાર ભોગવશે અને તેના વિશ્રામ વર્ષોના આનંદ માંણશે.
- 35 જયારે તમે ત્યાં વસતા હતા ત્યારે દરેક સાતમે વર્ષે તમે આપ્યો ન્હોતો તે વિશ્રામ હવે તે પ્રાપ્ત કરશે.
- 36 જે લોકો તમાંરામાંથી બચી જઈને દુશ્મનોના દેશમાં દેશવટો ભોગવી રહ્યા હશે તેમને હું એવા ભયભીત કરીશ કે એક પાંદડુ પડવાનો અવાજ થતાં તેઓ જાણે મોત પાછળ પડયું હોય તેમ ભાગવા માંડશે, ને કોઈ પાછળ પડયું ના હોવા છતાં તેઓ ભોંય પર ઢળી પડશે.
- 37 વળી કોઈ પાછળ પડયું ના હોવા છતાં યુદ્ધમાંથી મૂઠીવાળીને ભાગતા હોય તેમ તેઓ ભાગતાં એકબીજા સાથે ભટકાઈને, ઠોકરો ખાઈને પડશે અને શત્રુઓનો સામનો કરવાની શક્તિ પણ તેઓનામાં રહેશે નહિ.
- 38 “વિદેશી પ્રજાઓ વચ્ચે તમાંરો અંત આવશે અને તમાંરા દુશ્મનોની ભૂમિ તમને ગળી જશે, અને તમે મૃત્યુ પામશો.
- 39 જેઓ દુશ્મનોના દેશમાં બચી જશે તેઓ પોતાના અને પોતાના પિતૃઓનાં પાપોને કારણે ઝૂરી ઝૂરીને ક્ષય પામતા જશે.
- 40 “પરંતુ કદાચ તેઓ પોતાનાં અને પોતાના પિતૃઓનાં પાપો કબૂલ કરશે, મને વિશ્વાસઘાત કરીને માંરી વિરુદ્ધ પડીને તેમણે જે પાપો કર્યા છે તે કબૂલ કરશે,
- 41 તેઓના પાપોએ મને તે લોકોની વિરુદ્ધ કર્યો, તેથી મેં તેઓને વિદેશી પ્રજાઓમાં દેશનિકાલ કર્યા. છેલ્લે તમાંરા વંશજો નમ્ર થશે અને માંરી વિરુદ્ધ આચરેલા પાપ અને બંડને કારણે થયેલી શિક્ષા ભોગવશે.
- 42 ત્યારે હું યાકૂબ સાથેનો ઈસહાક સાથેનો અને ઈબ્રાહિમ સાથેનો માંરો કરાર અને આ ભૂમિને સંભારીશ.
- 43 “કારણ કે ભૂમિ જયાં સુધી ઉજજડ પડી રહેશે તેટલો સમય તે પોતાના સાબ્બાથો વિશ્રામના વર્ષો માંણશે, પરંતુ માંરી આજ્ઞાઓના ઉલ્લંઘન કર્યા બદલ અને માંરા નિયમોને ધિક્કારવાના કારણે જ તેઓ ઉપર આ ભારી શિક્ષા આવી પડી છે તેનું તેઓને ભાન થશે, અને તેઓ પૂરેપૂરી સજા ભોગવશે.
- 44 છતાં, તેઓ તેમના દુશ્મનોના દેશમાં હશે ત્યારે પણ હું તેમનો સંપૂર્ણ નાશ નહિ કરું. તેમનો પૂરેપૂરો ત્યાગ પણ નહિ કરું અને માંરો જે કરાર તેઓની સાથે છે તેનો ભંગ કરીશ નહિ, કારણ કે હું યહોવા તેમનો દેવ છું.
- 45 તેઓના પિતૃઓને તેમનો દેવ થવા માંટે હું બીજા દેશોના જોતા જ મિસરમાંથી બહાર લઈ આવ્યો હતો અને તેમની સાથે જે કરાર કર્યો હતો તે સંભારીને તેમનું કલ્યાણ કરીશ. હું યહોવા છું.”
- 46 યહોવાએ સિનાઈ પર્વત પર મૂસા માંરફતે ઇસ્રાએલીઓને આપેલા કાનૂનો, નિયમો અને ઉપદેશો ઉપર પ્રમાંણે છે.
- 1 “તમે જે ભૂમિનો કબજો લેવા માંટે જઈ રહ્યા છો ત્યાં તમને તમાંરા દેવ યહોવા લઈ જશે અને તમાંરા માંટે અનેક પ્રજાને તે હાંકી કાઢશે, એટલે હિત્તીઓ, ગિર્ગાશીઓ, અમોરીઓ, કનાનીઓ, પરિઝઝીઓ, હિવ્વીઓ, અને યબૂસીઓ, આ સાત રાષ્ટો તમાંરાં કરતાં મોટા અને શકિતશાળી છે. પણ તે તેઓને હાંકી કાઢશે.
- 2 તમાંરા દેવ યહોવા એ પ્રજાઓને તમાંરે હવાલે સોંપી દેશે. અને તમે તેમનો પરાજય કરશો, તે વખતે તમાંરે તેમનો પૂર્ણ વિનાશ કરવો. તમાંરે તેમની સાથે દયા રાખવી નહિ કે કરાર કરવો નહિ.
- 3 તમે તેઓની સાથે લગ્નવ્યવહાર ન રાખો. તમાંરા પુત્રોને તેઓની પુત્રીઓ સાથે કે તમાંરી પુત્રીઓને તેઓના પુત્રો સાથે પરણાવશો નહિ.
- 4 કારણ તે લોકો તમાંરા સંતાનોને યહોવાની પૂજા કરતાં બીજે વાળશે, અને તેઓ બીજા દેવ દેવીઓને પૂજવાનું શરૂ કરશે, પછી યહોવા તમાંરા પર રોષેે ભરાશે અને સત્વરે તમાંરો નાશ કરશે.
- 5 “પરંતુ તમાંરે તે લોકો સાથે આ પ્રમાંણે વર્તવું: તેમની વેદીઓને તોડી પાડવી, તેમના સ્તંભોને ભાંગી નાખવા, તેઓની ધિક્કારપાત્ર પ્રતિમાંઓને તોડી નાખવી અને તેમની મૂર્તિઓને બાળી નાખવી.
- 6 તમે તમાંરા યહોવા દેવને અપિર્ત થયેલા પવિત્ર લોકો છો. તમાંરા દેવ યહોવાએ પૃથ્વી પરની બીજી બધી પ્રજાઓમાંથી તમને જ પોતાના ખાસ લોકો થવા માંટે પસંદ કરેલા છે.
- 7 તમે અન્ય કોઈ પણ પ્રજા કરતાં સંખ્યાંબળમાં વધારે હતા માંટે યહોવાએ તમને પસંદ કર્યા નથી, તમે બધાં રાષ્ટોમાંનાં સૌથી નાના હતા.
- 8 પરંતુ યહોવાને તમાંરા પર પ્રેમ હતો અને તમાંરા પિતૃઓને-વડવાઓને આપેલા વચનનું પાલન કરવું હતું, માંટે તે તમને ગુલામીના દેશમાંથી, મિસરના રાજા ફારુનના હાથમાંથી પ્રચંડ ભૂજબળથી છોડાવી લાવ્યો હતો.
- 9 “તેથી તમાંરે સમજી લેવું જોઈએ કે ફકત યહોવા જ તમાંરા દેવ છે, એ જ માંત્ર સાચા વિશ્વાસુ દેવ છે. તે પોતાનો કરાર હજારો પેઢીઓ સુધી રાખે છે, અને જેઓ તેના પર પ્રેમ રાખે છે અને તેની આજ્ઞાઓનું પાલન કરે છે, તેમના પર કરુણા રાખે છે.
- 10 પરંતુ જેઓ તેમનો તિરસ્કાર કરે છે તેઓ જાહેરમાં શિક્ષા ભોગવશે અને નાશ પામશે, જે કોઈ તેમનો તિરસ્કાર કરે છે તેમનો બદલો લેવામાં તે ઘડીનોય વિલંબ નહિ કરે.
- 11 આથી આ બધી આજ્ઞાઓ જે હું આજે તમને જણાવું છું. તે આ કાયદાઓ અને નિયમોનું તમાંરે પાલન કરવું,
- 12 “જો તમે લોકો આ કાયદાઓ, નિયમો અને આજ્ઞાઓ ધ્યાનથી સાંભળશો અને ખૂબ કાળજીપૂર્વક તેનું પાલન કરશો, તો તમાંરા દેવ યહોવા તમાંરા પિતૃઓ સાથેે કરેલા કરાર પાળશે અને તમાંરા પર કરુણા દર્શાવશે.
- 13 તે તમાંરી સાથે પ્રેમ કરશે અને શુભ આશીર્વાદ આપશે અને તમાંરો વંશવેલો વધારશે, જે ભૂમિ તમને આપવાની એમણે તમાંરા પિતૃઓ સમક્ષ સમ ખાધા હતા તે ભૂમિમાં તે તમને આશીર્વાદ આપશે; તે તમને પુષ્કળ સંતતિ, અને ભૂમિની પેદાશ, અનાજ, દ્રાક્ષારસ અને તેલ, તથા ઢોર અને ઘેટાંબકરાં આપશે.
- 14 “પૃથ્વી પરની બધી પ્રજાઓ કરતાં તમે વિશેષ આશીર્વાદિત થશો, તમાંરા લોકોમાં તેમ જ તમાંરાં ઢોરમાં કોઈ નિ:સંતાન નહિ રહે.
- 15 યહોવા તમાંરી બધી બિમાંરીઓ લઈ લેશે, મિસરમાં જે ખરાબ રોગોનો તમને અનુભવ થયો હતો, તેમાંનો કોઈ એ તમને નહિ થવા દે, પણ તમાંરા દુશ્મનોને એ રોગોનો ભોગ બનાવશે.
- 16 યહોવા તમાંરા દેવ તમને જે બધી પ્રજાઓને સોંપવાના છે, તેઓનો નાશ કરો. તેઓના પ્રત્યે સહાનુ-ભૂતિ ન અનુભવો અને તેઓના દેવોને ન પૂજો, જો તમે તેમ કરશો તો તમે ફસાઇ જશો.
- 17 “કદાચ તમને એવો વિચાર આવે કે, ‘આ પ્રજાઓ તો અમાંરા કરતાં ઘણી તાકતવર છે; અમે તેમને શી રીતે કાઢી શકીએ?’
- 18 પરંતુ તમે તેમનાથી ગભરાશો નહિ, તમાંરા યહોવા દેવે ફારુન તથા મિસર દેશના જે હાલ કર્યા હતા તેનું સ્મરણ કરવું.
- 19 યહોવા તેમના પર જે ભયાનક આફતો લાવ્યા તે યાદ કરો. તમેે તમાંરી જાતે તે બનતા જોયું હતું. મિસરમાંથી તમને મુકત કરાવવા માંટે દેવે પોતાના પ્રચંડ બળ અને સાર્મથ્યનો ઉપયોગ કરીને જે પરચો બતાવ્યો હતો અને અદૃભૂત કૃત્યો કર્યા હતા તે યાદ કરો. તમે જે લોકોથી ડરો છો તેઓની સામે યહોવા દેવ એવું જ બળ વાપરશે.
- 20 “જે લોકો તમાંરાથી સંતાઈ ગયા હશે અને ભાગી ગયા હશે તેઓ વિરુદ્ધ યહોવા તમાંરા દેવ ભમરાં મોકલશે.
- 21 એ પ્રજાથી તમે જરાય ડરશો નહિ. કારણ કે, તમાંરા દેવ યહોવા તમાંરી વચ્ચે છે; અને તે તો મહાન અને ભયંકર દેવ છે.
- 22 તે ધીમે ધીમે તમાંરી આગળથી એ પ્રજાઓને હાંકી કાઢશે; એક સામટો તેઓનો ઉચ્છેદ નહિ કરે. કારણ કે, કદાચ જંગલી પશુઓ વધી જાય અને તમને હેરાન કરે.
- 23 તમાંરા દેવ યહોવા એ લોકોને તમાંરા હવાલે કરશે, જ્યાં સુધી તેઓ નાશ ન પામે ત્યાં સુધી તે તેઓને યુદ્ધમાં ગભરાતા કરશે.
- 24 યહોવા તેઓના રાજાઓને તમાંરા હાથમાં સુપ્રત કરશે અને તમે લોકો પૃથ્વી પરથી તેમનું નામોનિશાન સમાંપ્ત કરી દેશો. તેમનો નાશ કરતાં સુધી કોઈ તમાંરો સામનો કરી શકશે નહિ.
- 25 “તમે લોકો તેઓની મૂર્તિઓને બાળી મૂકો. એ મૂર્તિઓ ઉપરના સોનાચાંદીના મોહમાં પડીને તે ધાતુઓને અડકશો નહિ. જો તમે તે ધાતુઓને લેશો તો તે તમાંરા માંટે ફાંદારૂપ બનશે, કારણ, તમાંરા દેવ મૂર્તિપૂજાને ધિક્કારે છે.
- 26 માંટે તમાંરે ધિક્કારપાત્ર કોઈ પણ મૂર્તિને તમાંરા ઘરમાં લાવવી નહિ, અને તેની પૂજા કરવી નહિ, જો તમે એમ કરશો તો મૂર્તિની જેમ તમાંરો પણ નાશ થશે. માંટે તમે તેને ધિક્કારો, તે શ્રાપિત વસ્તુ છે.