Bible Versions
Bible Books

:
-

1 તે સમયે તું કહેશે, “હે યહોવા, હું તમારી સ્તુતિ કરીશ; જો કે તમે મારા પર કોપાયમાન થયા હતા, તોપણ હવે તમારો રોષ શમી ગયો છે, ને તમે મને દિલાસો આપો છો.
2 જુઓ, ઈશ્વર મારું તારણ છે; હું તેમના પર ભરોસો રાખીશ, ને બીશ નહિ; કેમ કે યહોવા ઈશ્વર મારું સામર્થ્ય તથા મારું સ્તોત્ર છે; અને તે મારું તારણ થયા છે.”
3 ત્યારે તમે આનંદ સહિત તારણના ઝરાઓમાંથી પાણી ભરશો.
4 તે દિવસે તમે કહેશો, “યહોવાની આભારસ્તુતિ કરો, તેમનું નામ લઈને તેમને હાંક મારો, લોકોમાં તેમનાં કૃત્યો જાહેર કરો, તેમનું નામ શ્રેષ્ઠ છે એવું પ્રગટ કરો.
5 યહોવાનાં સ્તોત્ર ગાઓ; તેમણે ઉત્તમ કામો કર્યાં છે, આખી પૃથ્વીમાં વિદિત થાઓ.
6 હે સિયોનમાં રહેનારી, જોરથી પોકાર; કેમ કે ઇઝરાયલના પવિત્ર ઈશ્વર તારામાં મોટા મનાય છે.”
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×