Bible Versions
Bible Books

:
-

1 મોઆબ વિષે ઈશ્વરવાણી; “રાત્રે આર-મોઆબ ઉજજડ થયું, નષ્ટ થયું છે! એક રાતમાં કીર-મોઆબ ઉજજડ થયું છે, નષ્ટ થયું છે!
2 તે બાઈથ તથા દિબોનમાં, ઉચ્ચસ્થાનો પર રડવાને ચઢી ગયું છે; નબો તથા મેદબા પર મોઆબ વિલાપ કરે છે; તેઓ સર્વનાં માથાં બોડાવેલાં ને સર્વની દાઢી મૂંડેલી છે.
3 તેઓ પોતાની ગલીઓમાં ટાટ પહેરે છે; તેઓનાં ધાબાં પર તથા તેઓનાં બજારોમાં તેઓ સર્વ પોક મૂકીને ખૂબ રહે છે.
4 વળી હેશ્બોન તથા એલઆલે પોકેપોક રડે છે; યાહાસ સુધી તેમનો સાદ સંભળાય છે. તે માટે મોઆબના હથિયારબંધ પુરુષો બૂમાબૂમ પાડે છે; તેથી તેનું હ્રદય ક્ષોભ પામે છે.
5 મારું હ્રદય મોઆબને માટે રુદન કરે છે; તેમાણથી નાઠેલા સોઆર સુધી, એગ્લાથ-શલીશિયા સુધી દોડે છે. લૂહીથના ચઢાવ પર થઈને તેઓ રડતા રડતા જાય છે. હોરોનાયિમને માર્ગે તેઓ વિનાશની બૂમ પાડે છે.
6 નિમ્રીમનાં જળાશય અરણ્ય તુલ્ય થાય છે; ઘાસ સુકાઈ ગયું છે, તૃણ સમાપ્ત થયું છે, કંઈ પણ લીલોતરી નથી.
7 તેથી તેઓએ જે સમૃદ્ધિ મેળવી છે, ને જે રાખી મૂકેલું છે, તે તેઓ વેલાવાળા નાળાને પાર લઈ જશે.
8 કેમ કે મોઆબની સીમની આસપાસ પોકાર ફરી વળ્યો છે; એગ્લાઈમ સુધી, ને બેર-એલીમ સુધી તેનો વિલાપ પહોંચ્યો છે.
9 દિબોનના પાણી રક્તથી ભરપૂર છે; હું દિબોન પર વધારે આપત્તિ લાવીશ, મોઆબના બચેલા પર તથા ભૂમિના શેષ પર સિંહ લાવીશ.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×