Bible Versions
Bible Books

Psalms 61 (GUV) Gujarati Old BSI Version

1 મુખ્ય ગવૈયાને માટે; તારવાળાં વાજાં સાથે ગાવા માટે. દાઉદનું (ગીત). હે ઈશ્વર, મારી અરજ સાંભળો; મારી પ્રાર્થના પર કાન ધરો.
2 મારું હ્રદય વ્યાકુળ થશે, ત્યારે પૃથ્વીને છેડેથી હું તમને અરજ કરીશ; જે ખડક પર હું મારી જાતે ચઢી શકતો નથી તે પર તમે મને લઈ જજો.
3 કેમ કે તમે મારા આશ્રય છો, મારા વૈરી સામે મારો મજબૂત બુરજ છો.
4 હું સદાકાળ તમારા મંડપમાં રહીશ; તમારી પાંખોને આશ્રયે હું રહીશ. (સેલાહ)
5 કેમ કે, હે ઈશ્વર, મારી પ્રતિજ્ઞાઓ તમે સાંભળી છે; તમારા ભક્તોને તમે વારસો આપ્યો છે.
6 તમે રાજાનું આયુષ્ય વધારશો; તેમનાં વર્ષો ઘણી પેઢીઓ જેટલાં થશે.
7 તે ઈશ્વરની સંમુખ સર્વદા રહેશે; તેમનું રક્ષણ કરવાને તમારી કૃપા અને સત્યને તૈયાર રાખજો.
8 તો દરરોજ મારી પ્રતિજ્ઞાઓ પૂરી કરવાને માટે હું સદા તમારા નામનું સ્તવન કરીશ.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×