Bible Versions
Bible Books

:
-

1 દાઉદનું ગીત. હે પરાક્રમી દૂતો, યહોવાને આપો, ગૌરવ તથા સામર્થ્ય યહોવાને આપો.
2 યહોવાના નામનું ગૌરવ તેમને આપો; પવિત્રતાની શોભા ધારણ કરીને યહોવાને ભજો.
3 યહોવાનો સાદ પાણી પર ગાજે છે, ગૌરવવાન ઈશ્વર ગર્જના કરે છે, હા, યહોવા ઘણા પાણી પર ગર્જના કરે છે.
4 યહોવાનો સાદ સમર્થ છે; યહોવાનો સાદ માહાત્મ્યથી ભરપૂર છે.
5 યહોવાનો સાદ દેવદારોને ભાંગી નાખે છે; હા, યહોવા લબાનોનનાં દેવદારોના ટુકડેટુકડા કરી નાખે છે.
6 વળી તે તેઓને વાછરડાની જેમ કુદાવે છે; જંગલી ગોધાના બચ્ચાની જેમ તે લબાનોન તથા સિર્યોનને કુદાવે છે.
7 યહોવાનો સાદ અગ્નિની જ્વાળાને ભેદે છે.
8 યહોવાનો સાદ અરણ્યને ધ્રુજાવે છે; યહોવા કાદેશના અરણ્યને ધ્રુજાવે છે.
9 યહોવાના સાદથી હરણીઓના ગર્ભ ગળી જાય છે અને ઝાડીઓનાં ડાળાંપાંખડાં તૂટી પડે છે. અને તેમના મંદિરમાં સર્વ કહે છે, “પ્રભુને મહિમા હો!”
10 યહોવા, જળપ્રલય સમયે બિરાજ્યા હતા; વળી યહોવા સર્વકાળ રાજા તરીકે બિરાજનાર છે.
11 યહોવા પોતાના લોકને સામર્થ્ય આપશે; યહોવા પોતાના લોકને શાંતિનો આશીર્વાદ આપશે.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×