Bible Versions
Bible Books

Psalms 140 (GUV) Gujarati Old BSI Version

1 મુખ્ય ગવૈયાને માટે. દાઉદનું ગીત, હે યહોવા, દુષ્ટ માણસોથી મને બચાવો; જુલમગાર માણસોથી મારું રક્ષણ કરો.
2 તેઓ પોતાના હ્રદયમાં દુષ્ટ કલ્પનાઓ કરે છે; તેઓ નિત્ય ઝઘડા ઊભા કરે છે.
3 તેઓએ પોતાની જીભ સાપની જીભ જેવી તીક્ષ્ણ બનાવી છે; તેઓના હોઠો નીચે નાગનું વિષ છે. (સેલાહ)
4 હે યહોવા, દુષ્ટોના હાથથી મારું રક્ષણ કરો; જેઓએ મને ખલેલ કરવાનું ધાર્યું છે
5 ગર્વિષ્ઠોએ મારે માટે પાશ તથા દોરીઓ ગુપ્ત રીતે પાથર્યાં છે; તેઓએ રસ્તાની બાજુ પર જાળ બિજાવી છે; મારે માટે ફાંસા ગોઠવ્યા છે. (સેલાહ)
6 મેં યહોવાને કહ્યું, “તમે મારા ઈશ્વર છો;” હે યહોવા, મારી આજીજી સાંભળો.
7 હે પ્રભુ યહોવા, મારા તારણના સામર્થ્ય, લડાઈને દિવસે તમે મારું માથું ઢાંક્યું છે.
8 હે યહોવા, તમે દુષ્ટોની ઇચ્છા પૂરી કરો; તેઓનો ઇરાદો સફળ કરો, રખેને તેઓ ફુલાઈ જાય. (સેલાહ)
9 મને ઘેરો ઘાલનારામાં જેઓ મુખ્ય છે તેઓના હોઠોથી કરવામાં આવેલો અપકાર તેમના પોતાના ઉપર આવી પડો.
10 તેઓના ઉપર ધગધગતા અંગારા વરસો; તેઓ અગ્નિમાં પડો; એવા ખાડાઓમાં પડો કે તેઓ પાછા ઊઠે નહિ.
11 ભૂંડું બોલનાર માણસ પૃથ્વીમાં કાયમ રહેશે નહિ; જુલમગાર માણસને ઉથલાવી પાડવાને દુષ્ટતા તેની પાછળ મંડી રહેશે.
12 હું જાણું છું કે યહોવા તો દુ:ખીની દાદ સાંભળશે, અને ગરીબોનો હક જાળવશે.
13 ન્યાયીઓ ખરેખર તમારા નામનો આભાર માનશે; યથાર્થ પુરુષો તમારી હજૂરમાં રહેશે.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×