Bible Versions
Bible Books

Psalms 12 (GUV) Gujarati Old BSI Version

1 મુખ્ય ગવૈયાને માટે; શમીનીથ પ્રમાણે ગાવાને. દાઉદનું ગીત. હે યહોવા, બચાવ કરો; કેમ કે ધાર્મિક માણસો ખૂટે છે; જનસમાજમાંથી વિશ્વાસુ માણસો ઘટતા જાય છે.
2 દરેક પોતાના પડોશી સાથે અસત્ય બોલે છે, ઢોંગી હ્રદયવાળા મુખેથી ખુશામત કરે છે.
3 યહોવા સર્વ ખુશામત કરનારા હોઠોનો તથા વડાઈ કરનારી જીભોનો નાશ કરશે.
4 તેઓએ એવું કહ્યું, “અમારી જીભથી અમે જીતીશું, અમારા હોઠ અમારા પોતાના છે, અમારો ધણી કોણ છે?”
5 યહોવા કહે છે, “ગરીબોને લૂંટયાને લીધે તથા દરિદ્રીઓના નિસાસાને લીધે હું હવે ઊઠીશ; અને જેને તેઓ તુચ્છકારે છે તેને હું સહીસલામત રાખીશ.”
6 યહોવાના શબ્દો શુદ્ધ છે. જમીન પરની ભઠ્ઠીમાં પરખેલું રૂપું, જે સાત વાર નિર્મળ કરેલું હોય તેના જેવા તેઓ નિર્મળ છે.
7 હે યહોવા, તમે તેઓને સંભાળશો, પેઢીના માણસોથી તમે સદા તેઓનું રક્ષણ કરશો.
8 જ્યારે મનુષ્યમાં લુચ્ચાઓને માન મળે છે, ત્યારે દુષ્ટો ચારે તરફ મોજ મારે છે.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×