Bible Versions
Bible Books

Psalms 142 (GUV) Gujarati Old BSI Version

1 દાઉદ ગુફામાં હતો તે વખતનું તેનું માસ્કીલ; પ્રાર્થના હું મોટે અવાજે યહોવાને વિનંતી કરું છું; ઊંચે સ્વરે યહોવાને આજીજી કરું છું.
2 હું તેમની સમક્ષ મારા હૈયાનું દુ:ખ ઠાલવું છું; હું તેમની આગળ મારું સંકટ પ્રગટ કરું છું.
3 જ્યારે મારો આત્મા નિર્ગત થાય છે, ત્યારે તમે મારો માર્ગ જાણો છો. જે રસ્તે હું ચાલું છું તેમાં તેઓએ મારે માટે પાશ સંતાડી મૂક્યો છે.
4 મારે જમણે હાથે જુઓ, કેમ કે મને ઓળખનારો કોઈ નથી; મારે કોઈનો આશરો નથી; કોઈ માણસ મારા આત્માની કાળજી રાખતો નથી.
5 હે યહોવા, મેં તમને વિનંતી કરીને કહ્યું, “તમે મારો આશરો છો. મારી જિંદગી પર્યંત તમે મારો વારસો છો.”
6 મારા પોકાર પર કાન ધરો, કેમ કે હું બહુ દુ:ખી થઈ ગયો છું; મને સતાવનારાના હાથમાંથી છોડાવો. કેમ કે તેઓ મારા કરતાં બળવાન છે.
7 મારા જીવને કેદમાંથી કાઢી લાવો, કે હું તમારા નામની સ્તુતિ કરું; ન્યાયીઓ મારી આસપાસ ફરી વળશે; કેમ કે તમે મારી સાથે ઉદારતાએ વર્તશો.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×