Bible Versions
Bible Books

Psalms 138 (GUV) Gujarati Old BSI Version

1 દાઉદનું ગીત હું ખરા હ્રદયથી તમારી આભારસ્તુતિ કરીશ; હું દેવોની આગળ તમારાં સ્‍તોત્ર ગાઈશ.
2 હું તમારા પવિત્ર મંદિર તરફ ફરીને ભજન કરીશ, તમારી કૃપા તથા સત્યતાને લીધે હું તમારું નામ વખાણીશ; કેમ કે સર્વ કરતાં તમે તમારા નામનું માહાત્મ્ય વધાર્યું છે.
3 મેં વિનંતી કરી તે દિવસે તમે મને ઉત્તર આપ્યો, અને આત્મબળ આપીને મને બળવાન કર્યો.
4 હે યહોવા, પૃથ્વીના સર્વ રાજાઓએ તમારા મુખનાં વચન સાંભળ્યાં છે, તેથી તેઓ તમારી સ્તુતિ કરશે.
5 હા, તેઓ યહોવાના માર્ગો વિષે ગાશે; કેમ કે યહોવાનો મહિમા મહાન છે.
6 જો કે યહોવા મહાન છે, તોપણ તે દીન જનો પર લક્ષ રાખે છે; પણ ગર્વિષ્ઠોને તો તે વેગળેથી ઓળખે છે.
7 જો મારે સંકટમાં ચાલવું પડશે, તો પણ તમે મને જીવાડશો; મારા શત્રુઓના ક્રોધની સામે તમે તમારો હાથ લાંબો કરશો, અને તમારો જમણો હાથ મને તારશે.
8 મારા સંબંધનું જે છે તે સર્વ યહોવા પૂર્ણ કરશે. હે યહોવા, તમારી કૃપા સદાકાળ ટકનાર છે; તમે તમારા હાથનાં કામોનો ત્યાગ કરો.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×