1 દાઉદનું ગીત. યહોવાએ મારા પ્રભુને કહ્યું, “હું તારા શત્રુઓને તારું પાયાસન કરું ત્યાં સુધી તું મારે જમણે હાથે બેસ.”
2 યહોવા સિયોનમાંથી તમારા સામર્થ્યનો રાજદંડ મોકલશે; તમારા શત્રુઓ ઉપર રાજ કરો.
3 તમારી સત્તાના સમયમાં તમારા લોક ખુશીથી અર્પણ થાય છે; પવિત્ર વસ્ત્ર પહેરીને, અને મળસકાના ગર્ભસ્થાનમાંથી નીકળીને તમે આવો છો, તમારી પાસે તમારી યુવાવસ્થાનો ઓસ છે.
4 યહોવાએ સમ ખાધા, તે પસ્તાવો કરશે નહિ, “તમે મેલ્ખીસદેકના ધારા પ્રમાણે સનાતન યાજક છો.”
5 જે પ્રભુ તમારે જમણે હાથે છે તે પોતાના કોપને દિવસે રાજાઓના કકડેકકડા કરી નાખશે.
6 વિદેશીઓનો તે ન્યાય કરશે, મુડદાંથી રણક્ષેત્ર ભરાઈ જશે; વિશાળ દેશમાં તે માથાં ભાંગી નાખશે.
7 માર્ગમાંના નાળાનું પાણી તે પીશે; અને તેથી તે પોતાનું માથું ઊંચું કરશે.