Bible Versions
Bible Books

Psalms 16 (GUV) Gujarati Old BSI Version

1 દાઉદનું મિખ્તામ. હે ઈશ્વર, મારું રક્ષણ કરો; કેમ કે હું તમારા પર ભરોસો રાખું છું.
2 મેં યહોવાને કહ્યું છે, “તમે મારા ઈશ્વર છો; તમારા વગર મારું કોઈ હિત નથી.”
3 જે સંતો પૃથ્વી પર છે, તેઓ તો ઉત્તમ છે, અને મારો સર્વ આનંદ તેઓમાં છે.
4 જેઓ યહોવાને બદલે બીજા દેવને માને છે, તેઓનો ખેદ વધી પડશે. તેઓના રક્તનાં પેયાર્પણ હું ચઢાવીશ નહિ, અને મારે હોઠે તેઓનાં નામ લઈશ નહિ.
5 યહોવા મારા વારસાનો તથા મારા પ્યાલાનો ભાગ છે; તમે મારા હિસ્સાનો આધાર છો.
6 મારો વિભાગ આનંદદાયક ઠેકાણે પડ્યો છે; હા, મને સુશોભિત વારસો મળ્યો છે.
7 યહોવાએ મને બોધ આપ્યો છે, તેમને હું સ્તુત્ય માનીશ. મારું અંત:કરણ મને રાતને વખતે બોધ આપે છે.
8 મેં મારી સમક્ષ યહોવાને નિત્ય રાખ્યા છે; તે મારે જમણે હાથે છે, તેથી મને ખસેડનાર કોઈ નથી.
9 માટે મારું હ્રદય આનંદમાં છે, અને મારો આત્મા હર્ષ પામે છે. મારો દેહ પણ સહીસલામત રહેશે.
10 કેમ કે તમે મારો આત્મા શેઓલને સોંપશો નહિ; અને તમારા ભક્તને કબરમાં જવા દેશો નહિ
11 તમે મને જીવનનો માર્ગ જણાવશો; તમારી સમક્ષ સંપૂર્ણ આનંદ છે; તમારા જમણા હાથમાં અનંતકાળ ટકનારાં સુખદાયક વાનાં છે.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×