Bible Versions
Bible Books

1 Chronicles 21 (GUV) Gujarati Old BSI Version

1 ઇઝરાયલની વિરુદ્ધ શેતાને ઊભા થઈને દાઉદને ઇઝરાયલની ગણતરી કરવાને ઉશ્કેર્યો.
2 દાઉદે યોઆબને તથા લોકોના આગેવાનોને કહ્યું, “જાઓ, બેરશેબાથી તે છેક દાન સુધી ઇઝરાયલની ગણતરી કરો. અને ખબર કાઢીને મારી પાસે આવો કે, તેઓની કુલ સંખ્યા કેટલી છે તે હું જાણું.”
3 યોઆબે કહ્યું, “યહોવા પોતાના લોક જેટલા છે તેના કરતાં તેઓને સોગણા વધારો. પણ હે મા ધણી રાજા, તેઓ સર્વ મારા ધણીના સેવકો નથી શું? મારો ધણી કામ કેમ કરાવવા માગે છે? તે ઇઝરાયલ પર દોષ લાવવા શા માટે ઈચ્છે છે?”
4 તોપણ રાજાનું વચન યોઆબને માથે ચઢાવવું પડ્યું. માટે તે ત્યાંથી ચાલી નીકળ્યો, ને આખા ઇઝરાયલમાં ફરીને યરુશાલેમ પાછો આવ્યો.
5 તેણે દાઉદને લોકની ગણતરીનો કુલ આંકડો કહ્યો. એટલે ઇઝરાયલમાં બધા મળીને અગિયાર લાખ તરવરિયા પુરુષો હતા. અને યહૂદિયામાં તરવરિયા માણસો ચાર લાખ સિત્તેર હજાર હતા.
6 પણ તેણે તેઓમાં લેવી તથા બિન્યામીનને ગણ્યા નહોતા. કેમ કે રાજાનો હુકમ તેને ધિક્કારપાત્ર લાગ્યો હતો.
7 કામથી ઈશ્વર અપ્રસન્‍ન થયા માટે તે ઇઝરાયલ પર આફત લાવ્યા.
8 દાઉદે ઈશ્વરને કહ્યું, “આ જે કૃત્ય મેં કર્યું છે તેમાં મેં મહા પાપ કર્યું છે; પણ હવે તમે કૃપા કરીને તમારા સેવકનો અપરાધ માફ કરો; કેમ કે મેં મોટી મૂર્ખાઈ કરી છે.”
9 યહોવાએ દાઉદના દષ્ટા ગાદને કહ્યું,
10 “જા, દાઉદને કહે કે, યહોવા એમ કહે છે કે હું તારી આગળ ત્રણ વાત મૂકું છું. તેઓમાંની એક તું પોતાને માટે પસંદ કર કે, હું તે તારા પર લાવું.”
11 આથી ગાદે દાઉદની પાસે જઈને તેને કહ્યું, “યહોવા કહે છે કે, ત્રણ વાતમાંથી તારી મરજીમાં આવે તે તારે માથે લે;
12 ત્રણ વર્ષ દુકાલ પડે; અથવા તારા શત્રુઓની તરવાર તારા પર આવી પડવાથી તેઓના હાથે ત્રણ મહિના સુધી તારા લોકોનો ક્ષય થાય; અથવા તો ત્રણ દિવસ સુધી યહોવાની તરવાર, એટલે દેશમાં મરકી ચાલે, તથા ઇઝરાયલના આખા પ્રદેશમાં યહોવાનો દૂત વિનાશ કરતો ફરે. માટે હવે મારા મોકલનારને મારે શો જવાબ આપવો તે વિષે તમે વિચાર કરો.”
13 દાઉદે ગાદને કહ્યું, “હું ઘણી મુશ્કેલીમાં આવી પડ્યો છું. મારે તો યહોવાના હાથમાં પડવું જોઈએ.”
14 આથી યહોવાએ ઇઝરાયલ દેશમાં મરકી મોકલી, અને તેમના સિત્તેર હજાર માણસો મરણ પામ્યા.
15 ઈશ્વરે યરુશાલેમનો નાશ કરવા માટે ત્યાં એક દૂત મોકલ્યો. તે તનો નાશ કરવાની તૈયારીમાં હતો એવામાં યહોવાએ નજર કરી, નૈ વિપત્તિ સંબંધી તેમને અનુતાપ થયો. તેમણે નાશ કરનાર દૂતને કહ્યું, “બસ; હવે તારો હાથ બંદ રાખ.” યહોવાનો દૂત ઓર્નાન યબૂસીની ખળી પાસે ઊભો રહ્યો.
16 દાઉદે ઊંચી નજર કરી તો પૃથ્વી પર તથા આકાશની વચમાં યહોવાના દૂતને ઊભેલો જોયો, ને યરુશાલેમ ઉપર તેના લંબાવેલા હાથમાં ખુલ્લી તરવાર હતી. ત્યારે દાઉદે તથા વડીલોએ ટાટ પહેરીને જમીન પર લાંબા થઈને તેને દંડવત કર્યા.
17 દાઉદે ઈશ્વરને કહ્યું, “લોકોની ગણતરી કરવાની આજ્ઞા કરનાર શું હું નથી? હા, પાપ કરનાર તથા મહા દુષ્ટતા કરનાર તો હું છું. પણ ઘેટા, તેઓએ શું કર્યું? હે મારા ઈશ્વર યહોવા, કૃપા કરીને તમારો હાથ મારી તથા મારા કુટુંબની વિરુદ્ધ થાઓ; પણ તમારા લોકની વિરુદ્ધ થઈને તે તેઓને ત્રાસ આપો.”
18 ત્યારે યહોવાના દૂતે ગાદને આજ્ઞા કરી, “દાઉદને કહે કે, તે જઈને યબૂસી ઓર્નાનની ખળીમાં યહોવાને માટે વેદી બાંધે.”
19 જે વચન ગાદે યહોવાને નામે કહ્યું, તે પ્રમાણે દાઉદ ત્યાં ગયો.
20 ઓર્નાને પછા ફરીને દૂતને જોયો; તેના ચાર પુત્રો તેની સાથે હતા તેઓ સંતાઈ ગયા. વખતે ઓર્નાન તો ઘઉં મસળતો હતો.
21 દાઉદ તેની પાસે આવતો હતો તે તેની નજરે પડ્યો, ત્યારે તેણે ખળીમાંથી બહાર આવીને દાઉદને સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કર્યા.
22 દાઉદે ઓર્નાનને કહ્યું, “આ ખળી મને આપ કે હું તેના પર યહોવાને વેદી બાંધું. તેની પૂરેપૂરી કિંમત લે, પણ તું તે મને આપ કે, લોકોમાં ચાલતી મરકી બંધ થાય.”
23 ઓર્નાને દાઉદને કહ્યું, “તમે તે પોતાને કબજે કરી લો. ભલે મારા ધણી રાજા પોતાની ર્દષ્ટિમાં જે સારું લાગે તેમ કરો; જુઓ, દહનીયાર્પણને માટે બળદો, લાકડાંને માટે ઝુડવાનાં પાટિયાં તથા ખાદ્યાર્પણને માટે ઘઉં હું તમને આપું છું. હું સર્વ તમને આપું છું.”
24 દાઉદ રાજાએ ઓર્નાનને કહ્યું, “ના; પણ હું તો તેની પૂરેપૂરી કિંમત આપીને તે લઈશ; કેમ કે જે તારું છે તે હું યહોવાને માટે ફોકટ નહિ લઉં, તેમ મફત મળેલું દહનીયાર્પણ નહિ ચઢાવું.”
25 તેણે ઓર્નાનને તે જમીનની કિંમત બદલ છસો શેકલ સોનું તોળી આપ્યું.
26 ત્યાં દાઉદે યહોવાને માટે વેદી બાંધી, ને દહનીયાર્પણો તથા શાત્યર્પણો ચઢાવ્યાં, ને યહોવાને વિનંતી કરી. યહોવાએ દહનીયાર્પણની વેદી ઉપર આકાશમાંથી અગ્નિ મોકલીને તેને ઉત્તર આપ્યો.
27 યહોવાએ દૂતને આજ્ઞા કરી, તેથી એણે પોતાની તરવાર મ્યાન કરી.
28 તે સમયે ઓર્નાન યબૂસીની ખળીમાં યહોવાએ મને ઉત્તર આપ્યો છે, તે દાઉદે જોયું, ત્યારે તેણે ત્યાં યજ્ઞ કર્યો.
29 કેમ કે મૂસાએ આરણ્યમાં બનાવેલો યહોવાનો મંડપ તથા દહનીયાર્પણની વેદી તે સમયે ગિબ્યોનમાંના ઉચ્ચસ્થાનમાં હતાં.
30 પણ યહોવાના દૂતની તરવારથી દાઉદ બીતો હતો. તેથી તે ત્યાં ઈશ્વરને પૂછવા માટે તેની આગળ જઈ શક્યો નહિ.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×