Bible Versions
Bible Books

1 Corinthians 16 (GUV) Gujarati Old BSI Version

1 હવે સંતોને માટે ફાળો એકઠો કરવા વિષે લખું છું:જેમ મેં ગલાતિયાની મંડળીઓને આજ્ઞા આપી તેમ તમે પણ કરો.
2 હું આવું ત્યારે તમારે ઉઘરાણાં કરવા પડે, માટે દર અઠવાડિયાને પહેલે દિવસે તમારામાંના દરેકે પોતાની કમાણી પ્રમાણે કંઈક રાખી મૂકવું.
3 જ્યારે હું આવીશ ત્યારે જેઓને તમે પસંદ કરશો, તેઓને પત્રો આપીને હું તમારું દાન યરુશાલેમ લઈ જવાને મોકલીશ.
4 અને જો મારે પણ જવું યોગ્ય જણાય, તો તેઓ મારી સાથે આવશે.
5 પણ મકદોનિયા ઓળંગ્યા પછી હું તમારી પાસે આવીશ, કેમ કે હું મકદોનિયામાં થઈને જનાર છું.
6 હું તમારી સાથે કદાચ રહીશ, અથવા શિયાળો પણ કાઢીશ કે, જેથી જ્યાં હું જાઉં‍ ત્યાં તમે મને મારે માર્ગે પહોંચાડો.
7 કેમ કે હમણાં જતાં જતાં તમારી મુલાકાત લેવાની મારી ઇચ્છા નથી, કેમ કે જો પ્રભુની ઇચ્છા હશે તો હું થોડી વાર તમારી સાથે રહેવાની આશા રાખું છું.
8 પણ હું પચાસમાના પર્વ સુધી એફેસસમાં રહીશ.
9 કેમ કે એક મહાન અને કાર્ય સફળ થાય એવું દ્વાર મારે માટે ઉઘાડવામાં આવ્યું છે, અને વિરોધીઓ ઘણા છે.
10 પણ જો તિમોથી આવે તો તે તમારી સાથે નિર્ભય રહે, વિષે સંભાળ રાખજો; કેમ કે મારી માફક તે પણ પ્રભુનું કામ કરે છે.
11 માટે કોઈએ તેને તુચ્છ માનવો નહિ, પણ શાંતિથી તમે તેને પહોંચાડજો કે, તે મારી પાસે આવે. કેમ કે ભાઈઓની સાથે તેના આવવાની હું રાહ જોઉં છું.
12 હવે ભાઈ આપોલસ વિષે મારે એટલું કહેવું છે કે ભાઈઓની સાથે તમારી પાસે આવવાને મેં તેને બહુ વિનંતી કરી. અને હમણાં આવવાની તેની બિલકુલ ઇચ્છા નહોતી. પણ જ્યારે તેને અનુકૂળ પ્રસંગ મળશે ત્યારે તે આવશે.
13 જાગૃત રહો, વિશ્વાસમાં દઢ રહો, પુરુષાતન દેખાડો, બળવાન થાઓ.
14 જે કંઈ તમે કરો તે પ્રેમથી કરો.
15 ભાઈઓ, તમે સ્તેફનાસના કુટુંબને જાણો છો કે, તેઓ અખાયાનું‍ પ્રથમફળ છે, અને તેઓ સંતોની સેવામાં લાગુ રહ્યા, માટે હું તમને વિનંતી કરું છું કે,
16 તમે એવા માણસોને, તેમ જેટલા કામમાં સહાય કરીને યત્ન કરે છે તેઓને પણ આધીન થાઓ.
17 સ્તેફનાસ, ફોર્તુનાતસ તથા અખાઈકસના આવવાથી હું આનંદ પામું છું, કેમ કે તમારા તરફથી જે અધૂરું હતું તે તેઓએ પૂરું કર્યું છે.
18 કેમ કે તેઓએ મારા તથા તમારા આત્માને પણ ઉત્તેજિત કર્યા છે, માટે એવા માણસોને માન આપો.
19 આસિયાની મંડળીઓ તમને સલામ કહે છે, આકુલા, પ્રિસ્કા તથા તેઓના ઘરમાં એકઠી થતી મંડળી પ્રભુમાં તમને ઘણી સલામ કહે છે.
20 સર્વ ભાઈઓ તમને સલામ કહે છે. પવિત્ર ચુંબન કરીને એકબીજાને સલામ કહેજો.
21 હું પાઉલ મારે પોતાને હાથે તમને સલામ લખું છું.
22 જો કોઈ માણસ પ્રભુ પર પ્રેમ કરતો હોય, તો તે શાપિત થાઓ.
23 આપણા પ્રભુ આવનાર છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા તમારા પર હો.
24 ખ્રિસ્ત ઈસુમાં મારો પ્રેમ તમો સર્વની સાથે થાઓ આમીન.???????? 1
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×