|
|
1. દેવના વિશ્વાસુ સેવક મૂસાએ પોતાના મૃત્યુ પહેલાં ઇસ્રાએલીઓને આ પ્રમાંણે આશીર્વાદ આપ્યા હતા.
|
1. And this H2063 is the blessing H1293 , wherewith H834 Moses H4872 the man H376 of God H430 blessed H1288 H853 the children H1121 of Israel H3478 before H6440 his death H4194 .
|
2. “મૂસાએ કહ્યું, યહોવા આપણી પાસે સિનાઈ પર્વત પરથી આવ્યા. તે સેઈર પર્વત પરથી પોતાના લોકો સામે સૂર્યની જેમ પ્રગ્રટ થયા. પારાન પર્વત પરથી તે પ્રકાશ્યા. તેમની સાથે 10,000 દૂતો હતા. અને તેમને જમણે હાથે ઝળહળતી જવાળા હતી.
|
2. And he said H559 , The LORD H3068 came H935 from Sinai H4480 H5514 , and rose up H2224 from Seir H4480 H8165 unto them ; he shined forth H3313 from mount H4480 H2022 Paran H6290 , and he came H857 with ten thousands H4480 H7233 of saints H6944 : from his right hand H4480 H3225 went a fiery H784 law H1881 for them.
|
3. હા, યહોવા પોતાનાના લોકોને ચાહે છે, તેના બધા પવિત્ર લોકો તેના હાથમાં છે. તેઓ તેના પગ આગળ બેસે છે, અને તેનો ઉપદેશ ગ્રહણ કરે છે.
|
3. Yea H637 , he loved H2245 the people H5971 ; all H3605 his saints H6918 are in thy hand H3027 : and they H1992 sat down H8497 at thy feet H7272 ; every one shall receive H5375 of thy words H4480 H1703 .
|
4. મૂસાએ અમને જે નિયમનું પાલન કરવાનું કહ્યું હતું તે જ અમાંરો યાકૂબના વંશજોના મૂલ્યવાન વારસો છે.
|
4. Moses H4872 commanded H6680 us a law H8451 , even the inheritance H4181 of the congregation H6952 of Jacob H3290 .
|
5. યહોવા ઇસ્રાએલી લોકોના રાજા છે, જયારે ઇસ્રાએલીઓના બધા વંશો પોતાના આગેવાનો સહિત ભેગા મળ્યા ત્યારે તેમને પોતાના રાજા તરીકે પસંદ કર્યા હતા.
|
5. And he was H1961 king H4428 in Jeshurun H3484 , when the heads H7218 of the people H5971 and the tribes H7626 of Israel H3478 were gathered H622 together H3162 .
|
6. મૂસાએ રૂબેન વંશ વિષે કહ્યું, “રૂબેન સદા જીવંત રહો, પરંતુ તેનું કુળસમૂહ હંમેશા નાનું રહે.”
|
6. Let Reuben H7205 live H2421 , and not H408 die H4191 ; and let not his men H4962 be H1961 few H4557 .
|
7. યહૂદા માંટે મૂસાએ કહ્યું, “હે યહોવા, યહૂદાનો પોકાર સાંભળજે, અને તેને તેના લોકો પાસે લાવ, તેને બળ આપજો અને એમના દુશ્મનોનો સામનો કરવામાં એમને સહાય કરજો.”
|
7. And this H2063 is the blessing of Judah H3063 : and he said H559 , Hear H8085 , LORD H3068 , the voice H6963 of Judah H3063 , and bring H935 him unto H413 his people H5971 : let his hands H3027 be sufficient H7227 for him ; and be H1961 thou a help H5828 to him from his enemies H4480 H6862 .
|
8. ત્યારબાદ મૂસાએ લેવી વંશ વિષે કહ્યું, “હે યહોવા, લેવી વંશજો તમાંરા સાચા સેવકો છે, તેઓ ઉરીમ અને તુમ્મીમ રાખે છે. માંસ્સાહ મુકામે તેં લેવીની પરખ કરી હતી, અને મરીબાહના ઝરણાં આગળ તેં એમની કસોટી કરી હતી.
|
8. And of Levi H3878 he said H559 , Let thy Thummim H8550 and thy Urim H224 be with thy holy H2623 one H376 , whom H834 thou didst prove H5254 at Massah H4532 , and with whom thou didst strive H7378 at H5921 the waters H4325 of Meribah H4809 ;
|
9. અને તેઓએ તમાંરી આજ્ઞા માંથે ચઢાવી હતી. તેઓ તમાંરી સાથેના કરારને વળગી રહ્યા હતા. પોતાના માંતાપિતાને તેમણે કહ્યું હતું; અમે તમને જરા પણ ઓળખતા નથી. અને તેઓએ પોતાના ભાઈઓ અને સંતાનોને પણ ઓળખવાનો ઇન્કાર કર્યો હતો.
|
9. Who said H559 unto his father H1 and to his mother H517 , I have not H3808 seen H7200 him; neither H3808 did he acknowledge H5234 his brethren H251 , nor H3808 knew H3045 his own children H1121 : for H3588 they have observed H8104 thy word H565 , and kept H5341 thy covenant H1285 .
|
10. તારો નિયમ લેવીઓ ઇસ્રાએલને શીખવશે અને તેઓ તમાંરી ધૂપવેદી તથા દહનાર્પણની વેદી સમક્ષ સેવાઓ આપશે.
|
10. They shall teach H3384 Jacob H3290 thy judgments H4941 , and Israel H3478 thy law H8451 : they shall put H7760 incense H6988 before H639 thee , and whole burnt sacrifice H3632 upon H5921 thine altar H4196 .
|
11. હે યહોવા, તારા આશીર્વાદથી એમની સંપત્તિની વૃદ્વિ કરજે, તેઓની પર પ્રસન્ન રહેજે, તેમના દુશ્મનોની કમર તોડી નાખજે, જેથી તેઓ ફરી વાર બેઠા જ ન થઈ શકે.”
|
11. Bless H1288 , LORD H3068 , his substance H2428 , and accept H7521 the work H6467 of his hands H3027 : smite through H4272 the loins H4975 of them that rise against H6965 him , and of them that hate H8130 him, that H4480 they rise not again H6965 .
|
12. પછી બિન્યામીન વિષે મૂસાએ કહ્યું, “તે યહોવાનો પ્રિય છે, દેવના રક્ષણમાં તે સુરક્ષિત છે. પરાત્પર દેવ સદાય તેનું રક્ષણ કરે છે. અને એ તેના ખોળામાં વસે છે.”
|
12. And of Benjamin H1144 he said H559 , The beloved H3039 of the LORD H3068 shall dwell H7931 in safety H983 by H5921 him; and the LORD shall cover H2653 H5921 him all H3605 the day H3117 long , and he shall dwell H7931 between H996 his shoulders H3802 .
|
13. પછી તેણે યૂસફ વંશ વિષે કહ્યું, “યહોવા, તેના પ્રદેશને ખૂબ લાભ આપો, ઉપરથી આકાશની વૃષ્ટિ અને નીચેથી પાતાળના જળથી દેવ તેની ભૂમિને આશીર્વાદિત કરો.
|
13. And of Joseph H3130 he said H559 , Blessed H1288 of the LORD H3068 be his land H776 , for the precious things H4480 H4022 of heaven H8064 , for the dew H4480 H2919 , and for the deep H4480 H8415 that coucheth H7257 beneath H8478 ,
|
14. સૂર્ય તેમને શ્રેષ્ઠ પાક મેળવવા તથા ચંદ્ર તેમને શ્રેષ્ઠ ફળો મેળવવા મદદ કરે.
|
14. And for the precious H4480 H4022 fruits H8393 brought forth by the sun H8121 , and for the precious things H4480 H4022 put forth H1645 by the moon H3391 ,
|
15. એના પ્રાચીન પર્વતો અને જૂના પર્વતો ઉત્તમ ફળોથી લચી રહો.
|
15. And for the chief things H4480 H7218 of the ancient H6924 mountains H2042 , and for the precious things H4480 H4022 of the lasting H5769 hills H1389 ,
|
16. પૃથ્વીની સમગ્ર સમૃદ્વિ એને મળો. બળતાં ઝાંખરામાં પ્રગટ થયેલ યહોવાની તેના આશીર્વાદોથી તેને આશીર્વાદિત કરે એમના ઉપર કૃપાવૃષ્ટિ થાઓ, કારણ કે, બધા ભાઈઓથી તેને જુદો કરવામાં આવ્યો હતો, તેમના પર સર્વ આશીર્વાદ ઊતરો.
|
16. And for the precious things H4480 H4022 of the earth H776 and fullness H4393 thereof , and for the good will H7522 of him that dwelt H7931 in the bush H5572 : let the blessing come H935 upon the head H7218 of Joseph H3130 , and upon the top of the head H6936 of him that was separated H5139 from his brethren H251 .
|
17. એ મહાન પ્રતાપી બળદના જેવો છે, એનાં શિંગડાં રાની સાંઢના જેવાં છે, જે ભોંકી ભોંકીને તે પ્રજાઓને પૃથ્વીને છેડે હાંકી કાઢશે. એફાઈમના અસંખ્ય યોદ્વાઓ અને મનાશ્શાના હજારો યોદ્વાઓ એના શિંગડાં છે.”
|
17. His glory H1926 is like the firstling H1060 of his bullock H7794 , and his horns H7161 are like the horns H7161 of unicorns H7214 : with them he shall push H5055 the people H5971 together H3162 to the ends H657 of the earth H776 : and they H1992 are the ten thousands H7233 of Ephraim H669 , and they H1992 are the thousands H505 of Manasseh H4519 .
|
18. પછી મૂસાએ ઝબુલોન અને ઇસ્સાખાર વંશો વિષે કહ્યું, “ઝબુલોન, તેની મુસાફરીઓમાં આશીર્વાદિત થાઓ અનેે ઇસ્સાખાર તેના તંબુઓમાં આશીર્વાદિત થાઓ.
|
18. And of Zebulun H2074 he said H559 , Rejoice H8055 , Zebulun H2074 , in thy going out H3318 ; and, Issachar H3485 , in thy tents H168 .
|
19. તેઓ બીજા લોકોને તેમની સાથે જોડાવા બોલાવશે, તેઓ બલિઓ બરાબર રીતે અર્પશે, તેઓ સમુદ્રની સમૃદ્ધિ માંણશે, અને રેતીમાં છુપાયેલ ભંડારોને ભોગવશે.”
|
19. They shall call H7121 the people H5971 unto the mountain H2022 ; there H8033 they shall offer H2076 sacrifices H2077 of righteousness H6664 : for H3588 they shall suck H3243 of the abundance H8228 of the seas H3220 , and of treasures H8226 hid H2934 in the sand H2344 .
|
20. ગાદના આશીર્વાદો: “ગાદના પ્રદેશને વિસ્તારનાર આશીર્વાદીત હો! ગાદ સિંહ જેવો છે, તેના શિકારને ઝડપવા તૈયાર છે, અને પછી તે તેઓના હાથોને કાઢી અને તેમની ખોપરીઓ ભાંગી નાખે છે.
|
20. And of Gad H1410 he said H559 , Blessed H1288 be he that enlargeth H7337 Gad H1410 : he dwelleth H7931 as a lion H3833 , and teareth H2963 the arm H2220 with H637 the crown of the head H6936 .
|
21. તેણે પોતાના માંટે ઉત્તમમાં ઉત્તમ પ્રદેશ કર્યો હતો. કારણ કે, તેને આગેવાન તરીકેનો ભાગ ફાળવવામાં આવ્યો હતો. તેણે લોકોને નેતૃત્વ પૂરૂં પાડયું, કારણ કે, ઇસ્રાએલ માંટેની યહોવાની આજ્ઞાઓ અને ન્યાયચુકાદાનો તેણે અમલ કર્યો.”
|
21. And he provided H7200 the first part H7225 for himself, because H3588 there H8033 , in a portion H2513 of the lawgiver H2710 , was he seated H5603 ; and he came H857 with the heads H7218 of the people H5971 , he executed H6213 the justice H6666 of the LORD H3068 , and his judgments H4941 with H5973 Israel H3478 .
|
22. મૂસાએ દાન વિષે કહ્યું, “દાન તો સિંહનું બચ્ચું છે-તે બાશાનમાંથી ઢોળાવો પરથી ફાળ ભરતું આવે છે.”
|
22. And of Dan H1835 he said H559 , Dan H1835 is a lion H738 's whelp H1482 : he shall leap H2187 from H4480 Bashan H1316 .
|
23. ત્યારબાદ નફતાલી વિષે તેણે કહ્યું, “નફતાલી પર તો યહોવાની કૃપા અપરંપાર છે, તેના પર યહોવાના અસીમ આશીર્વાદ છે. તેનો પ્રદેશ ગાલીલના સરોવરથી છેક દક્ષિણ સુધી વિસ્તરે છે.”
|
23. And of Naphtali H5321 he said H559 , O Naphtali H5321 , satisfied H7649 with favor H7522 , and full H4392 with the blessing H1293 of the LORD H3068 : possess H3423 thou the west H3220 and the south H1864 .
|
24. આગળ જતાં તેણે આશેર વિષે કહ્યું, “બધા પુત્રોમાં આશેર સૌથી વધારે વહાલો હોવાથી વધુ માંનીતો હતો તેથી વધુ લાભ પામ્યો છે. તે પોતાના પગ જૈતતેલમાં બોળે છે, તેના પ્રદેશમાં મબલખ તેલ પેદા થાય છે.
|
24. And of Asher H836 he said H559 , Let Asher H836 be blessed H1288 with children H4480 H1121 ; let him be H1961 acceptable H7521 to his brethren H251 , and let him dip H2881 his foot H7272 in oil H8081 .
|
25. તેની ભૂંગળો લોખંડ અથવા પિત્તળની થશે, તે સદા માંટે બળવાન રહે.
|
25. Thy shoes H4515 shall be iron H1270 and brass H5178 ; and as thy days H3117 , so shall thy strength H1679 be .
|
26. હે ઇસ્રાએલ, તમાંરા દેવ જેવો બીજો કોઈ દેવ નથી, તે આકાશમાંથી વાદળ પર સવાર થઇને તેના ગૌરવમાં તમને મદદ કરવા આવે છે.
|
26. There is none H369 like unto the God H410 of Jeshurun H3484 , who rideth upon H7392 the heaven H8064 in thy help H5828 , and in his excellency H1346 on the sky H7834 .
|
27. સનાતન દેવ તમાંરો રક્ષક છે, તેના અનંત બાહુ તને ઝીલી લે છે. તેણે દુશ્મનોને તારી આગળથી હાકી કાઢયા છે, અને તને એમનો વિનાશ કરવાની આજ્ઞા કરી છે.
|
27. The eternal H6924 God H430 is thy refuge H4585 , and underneath H4480 H8478 are the everlasting H5769 arms H2220 : and he shall thrust out H1644 the enemy H341 from before H4480 H6440 thee ; and shall say H559 , Destroy H8045 them .
|
28. ઇસ્રાએલીઓ નિશ્ચિત થઈને સુરક્ષામાં વાસ કરે છે. યાકૂબના વંશજો મબલખ અનાજ અને દ્રાક્ષારસના ભંડાર સમી ધરતી પર, અકળ વરસાવતા આકાશ નીચે સુરક્ષિત રહે છે.
|
28. Israel H3478 then shall dwell H7931 in safety H983 alone H910 : the fountain H5869 of Jacob H3290 shall be upon H413 a land H776 of corn H1715 and wine H8492 ; also H637 his heavens H8064 shall drop down H6201 dew H2919 .
|
29. હે ઇસ્રાએલ, તું આશીર્વાદિત છે! તમાંરા આશીર્વાદો કેવા મહાન છે! યહોવાના હાથે ઉદ્વાર થનાર તારા જેવી બીજી કોઈ પ્રજા નથી. યહોવા ઢાલની જેમ તારૂં રક્ષણ કરે છે. તે તને વિજય અપાવનાર તરવાર જેવા છે. તમાંરા દુશ્મનો તમાંરા પગમાં પડશે, તમે તમાંરા પગ વડે તેઓને છૂંદી નાખશો અને તેઓની પવિત્ર જગ્યાઓને કચરી નાખશો.”
|
29. Happy H835 art thou , O Israel H3478 : who H4310 is like unto thee H3644 , O people H5971 saved H3467 by the LORD H3068 , the shield H4043 of thy help H5828 , and who H834 is the sword H2719 of thy excellency H1346 ! and thine enemies H341 shall be found liars H3584 unto thee ; and thou H859 shalt tread H1869 upon H5921 their high places H1116 .
|