Bible Versions
Bible Books

Jeremiah 45:2 (GUV) Gujarati Old BSI Version

1 યહૂદિયાના રાજા યોશિયાના પુત્ર યહોયાકિમના ચોથા વર્ષમાં, નેરિયાના પુત્ર બારુખે યર્મિયાનાં બોલેલાં સર્વ વચન પુસ્તકમાં લખ્યા પછી જે વચન યર્મિયા પ્રબોધક તેની આગળ બોલ્યો તે છે:
2 “હે બારુખ, ઇઝરાયલના ઈશ્વર યહોવા તારા વિષે કહે છે કે,
3 તેં કહ્યું કે, ‘મને હાય હાય! યહોવાએ મારા દુ:ખમાં દુ:ખ ઉમેર્યું છે; હું નિસાસા નાખીને થાકી ગયો છું, ને મને કંઈ ચેન પડતું નથી.’
4 તેને કહે કે, યહોવા કહે છે કે, જે મેં બાંધ્યું છે તે હું પાડી નાખીશ, ને જે મેં રોપ્યું છે તે હું ઉખેડી નાખીશ. અને પ્રમાણે આખા દેશમાં કરીશ.
5 શું તું તારે પોતાને માટે મહત્તા શોધે છે? શોધીશ નહિ; કેમ કે યહોવા કહે છે કે, હું માણસમાત્ર પર વિપત્તિ લાવીશ. પણ તું જ્યાં જ્યાં જશે, ત્યાં ત્યાં હું તારો જીવ લૂંટ તરીકે તને આપીશ.”
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×