Bible Versions
Bible Books

Joshua 1:3 (GUV) Gujarati Old BSI Version

1 હવે યહોવાના સેવક મૂસાના મરણ પછી એમ થયું કે, નૂનનો દીકરા યહોશુઆને, એટલે મૂસાના સહાયકારીને, યહોવાએ કહ્યું,
2 “મારો સેવક મૂસા મરી ગયો છે; માટે હવે તું તથા સર્વ લોક ઊઠો, ને જે દેશ હું તેઓને, એટલે ઇઝરાયલ પ્રજાને, આપું છું તેમાં યર્દન ઊતરીને જાઓ.
3 મેં મૂસાને કહ્યું, તેમ જે જે ઠેકાણું તમારા પગ નીચે આવશે તે દરેક મેં તમને આપ્યું છે.
4 અરણ્ય તથા લબોનોનથી તે મોટી નદી એટલે ફ્રાત નદી સુધી હિત્તીઓનો આખો દેશ, અને પશ્ચિમ દિશાએ મોટા સમુદ્ર સુધી તમારી સરહદ થશે.
5 તારા આયુષ્યના સર્વ દિવસભર તારી આગળ કોઈ માણસ ટકી શકશે નહિ. જેમ મૂસાની સાથે હું રહ્યો હતો, તેમ તારી સાથે પણ હું રહીશ. હું તને તજીશ નહિ; ને મૂકી દઈશ નહિ.
6 બળવાન તથા હિમ્મતવાન થા. કેમ કે લોકોને જે દેશ આપવાને મેં તેઓના પૂર્વજોની આગળ પ્રતિજ્ઞા લીધી હતી, તેનું વતન તું તેઓને પ્રાપ્ત કરાવશે.
7 પણ મારા સેવક મૂસાએ જે સર્વ નિયમો તને ફરમાવ્યા તે પ્રમાણે સંભાળીને કરવા માટે બળવાન તથા બહુ હિમ્મતવાન થા. તેમાંથી જમણી કે ડાબી તરફ ફરતો ના, માટે કે જ્યાં કંઈ તું જાય ત્યાં તું ફતેહ પામે.
8 નિયમશાસ્‍ત્ર તારા મોંમાંથી જાય નહિ. પણ દિવસે તથા રાત્રે તનું મનન કર, કે તેમાં જે બધું લખેલું છે તે તું કાળજઈથી પાળે; કારણકે ત્યારે તારો માર્ગ આબાદ થશે, અને ત્યારે તું ફતેહ પામશે.
9 શું મેં તને આજ્ઞા આપી નથી? બળવાન તથા હિમ્‍મતવાન થા. ભયભીત થા, ને ગભરાતો નહિ; કારણ કે જ્યાં કંઈ તું જાય છે, ત્યાં તારા ઈશ્વર યહોવા તારી સાથે છે.”
10 અને યહોશુઆએ લોકોના અધિકારીઓને એવી આજ્ઞા આપી,
11 “તમે છાવણીમાં ફરો, અને લોકોને એવી આજ્ઞા આપો; ‘તમે તમારે માટે સીધાં તૈયાર કરો; કેમ કે જે દેશ તમારા ઈશ્વર યહોવા તમને વતન તરીકે આપે છે, તે પ્રાપ્ત કરવાને તમારે ત્રણ દિવસની અંદર યર્દન ઊતરીને ત્યાં જવાનું છે.”
12 અને રુબેનીઓને તથા ગાદીઓને તથા મનાશ્‍શાના અર્ધકુળને યહોશુઆએ એમ કહ્યું,
13 “યહોવાના સેવક મૂસાએ તમને જે વાત કહી હતી કે, તમારા ઈશ્વર યહોવા તમને વિસામો આપે છે અને તમને દેશ આપશે, તે યાદ રાખો.
14 યર્દન પાર જે દેશ મૂસાએ તમને આપ્યો તેમાં તમારી પત્નીઓ, તમારાં બાળકો, તથા તમારાં ઢોરઢાંક રહે. પણ તમે સર્વ બળવાન તથા બહાદુર પુરુષોએ શસ્‍ત્ર સજીને તમારા ભાઈઓની આગળ પેલી તરફ જઈને તેઓને સહાય કરવી.
15 યહોવાએ જેમ તમને વિસામો આપ્યો દેશ તમારા ઈશ્વર યહોવા તેઓને આપે છે તેનું વતન તેઓ પણ પ્રાપ્ત કરે ત્યાં સુધી તમારે તેઓને સહાય કરવી. ત્યાર પછી તમે તમારા વતનના દેશમાં પાછા જાઓ, ને યહોવાના સેવક મૂસાએ યર્દન પાર પૂર્વ દિશાએ જે દેશ તમને આપ્યો તેનો કબજો લો.”
16 અને તેઓએ યહોશુઆને ઉત્તર આપ્યો, “જે સર્વ આજ્ઞાઓ તેં અમને આપી છે તે અમે પાળીશું, અને જ્યાં જ્યાં તું અમને મોકલે ત્યાં ત્યાં અમે જઈશું.
17 જેમ અમે મૂસાનું સાંભળતા હતા, તેમ સર્વ પ્રકારે અમે તારું સાંભળીશું, ફક્ત એટલું કે યહોવા તારા ઈશ્વર જેમ મૂસાની સાથે હતા, તેમ તે તારી સાથે હો.
18 તારી આજ્ઞાની વિરુદ્ધ જે વર્તે, અને જે સર્વ આજ્ઞાઓ તું તેને આપે તે પ્રત્યે તારું કહેવું ગણકારે, તે ગમે તે હો, તો પણ તે માર્યો જાય. એટલું કે તું બળવાન તથા ખૂબ હિમ્‍મતવાન થા.”
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×