Bible Versions
Bible Books

Numbers 29:24 (GUV) Gujarati Old BSI Version

1 અને સાતમા માસને પહેલે દિવસે તમે પવિત્ર મેળાવડો કરો. કંઈ સંસારી કામ કરો. તે તમારે માટે રણશિંગડાં વગાડવાનો દિવસ છે.
2 અને તમે યહોવાને સુવાસને માટે દહનીયાર્પણ ચઢાવો. એટલે એક વાછરડો, એક ઘેટો ને પહેલા વર્ષના સાત ખોડખાંપણ વગરના નર હલવાન.
3 અને તેઓનું ખાદ્યાર્પણ તેલથી મોહેલા મેંદાનું ત્રણ દશાંશ એફાહ વાછરડાની સાથે, ને બે દશાંશ એફાહ ઘેટાની સાથે,
4 અને અકેક દશાંશ એફાહ સાત હલવાનોમાંના દરેક હલવાનની સાથે.
5 અને પોતાને માટે પ્રાયશ્ચિત્ત કરવાને પાપાર્થાર્પણ તરીકે એક બકરો ચઢાવો.
6 અમાવાસ્યાનું દહનીયાર્પણ તથા તેનું ખાદ્યાર્પણ તથા નિત્યનું દહનીયાર્પણ તથા તેનું ખાદ્યાર્પણ તથા તેઓનાં પેયાર્પણો, કે જે તેઓના વિધિ પ્રમાણે સુવાસને અર્થે યહોવાને હોમયજ્ઞ તરીકે ચઢાવવામાં આવે છે તે ઉપરાંત ચઢાવવાં.
7 અને સાતમા માસને દશમે દિવસે તમે પવિત્ર મેળાવડો કરો. અને તમે આત્મકષ્ટ કરો. કોઈ પણ જાતનું કામ કરો.
8 પણ તમે યહોવાને સુવાસને માટે દહનીયાર્પણ ચઢાવો. એટલે એક વાછરડો, એક ઘેટો, પહેલા વર્ષના સાત નર હલવાન, જોજો કે તેઓ ખોડખાંપણ વગરના હોય.
9 અને તેઓનું ખાદ્યાર્પણ તેલથી મોહેલા મેંદાનું ત્રણ દશાંશ એફાહ વાછરડાની સાથે, ને બે દશાંશ એફાહ એક ઘેટાની સાથે,
10 અને અકેક દશાંશ એફાહ સાત હલવાનોમાંના દરેક હલવાનની સાથે.
11 પાપાર્થાર્પણને માટે એક બકરો ચઢાવો. પ્રાયશ્ચિત્તના પાપાર્થાર્પણ તથા નિત્યના દહનીયાર્પણ તથા તેના ખાદ્યાર્પણ તથા તેઓનાં પેયાર્પણો ઉપરાંત તે ચઢાવો.
12 અને સાતમા માસને પંદરમે દિવસે તમે પવિત્ર મેળાવડો કરો. કંઈ સંસારી કામ કરો, ને સાત દિવસ સુધી યહોવાને માટે પર્વ પાળો:
13 અને તમે દહનીયાર્પણ, એટલે યહોવાને માટે સુવાસિત હોમયજ્ઞ ચઢાવો. એટલે તેર વાછરડા, બે ઘેટા, પહેલ વર્ષના ચૌદ નર હલવાન. તેઓ ખોડખાંપણ વગરના હોય.
14 અને તેઓનું ખાદ્યાર્પણ તેલથી મોહેલા ત્રણ દશાંશ એફાહ મેંદાનું, તેર વાછરડાઓમાંના દરેક વાછરડાની સાથે, ને બે દશાંશ એફાહ બે ઘેટાઓમાંના દરેકની સાથે.
15 અકેક દશાંશ એફાહ પેલા ચૌદ હલવાનોમાંના દરેક હલવાનની સાથે.
16 અને નિત્યના દહનીયાર્પણ તથા તેના ખાદ્યાર્પણ તથા તેના પેયાર્પણ ઉપરાંત, પાપાર્થાર્પણને માટે એક બકરો ચઢાવો.
17 અને બીજે દિવસે બાર વાછરડા, બે ઘેટા, પહેલા વર્ષના ચૌદ ખોડખાંપણ વગરના નર હલવાન ચઢાવો.
18 અને તેઓનું ખાદ્યાર્પણ તથા તેઓનાં પેયાર્પણો વાછરડાઓને માટે, ઘેટાઓને માટે, તથા હલવાનોને માટે, તેમની ગણતરી પ્રમાણે તથા વિધિ પ્રમાણે ચઢાવો.
19 અને નિત્યના દહનીયાર્પણ તથા તેના ખાદ્યાર્પણ તથા તેઓનાં પેયાર્પણો ઉપરાંત, પાપાર્થાર્પણને માટે એક બકરો ચઢાવો.
20 અને ત્રીજે દિવસે અગિયાર ગોધા, બે ઘેટા, તથા પહેલા વર્ષના ચૌદ ખોડખાંપણ વગરના નર હલવાન ચઢાવો.
21 અને તેઓનું ખાદ્યાર્પણ તથા તેઓનાં પેયાર્પણો, ગોધાઓને માટે, ઘેટાઓને માટે, તથા હલવાનોને માટે, તેમની ગણતરી પ્રમાણે તથા વિધિ પ્રમાણે ચઢાવો.
22 અને નિત્યના દહનીયાર્પણ તથા તેના ખાદ્યાર્પણ તથા તેના પેયાર્પણ ઉપરાંત, પાપાર્થાર્પણને માટે એક બકરો ચઢાવો.
23 અને ચોથે દિવસે દશ ગોધા, બે ઘેટા, ને પહેલા વર્ષના ચૌદ ખોડખાંપણ વગરના નર હલવાન ચઢાવો.
24 તેઓનું ખાદ્યાર્પણ તથા તેઓનાં પેયાર્પણો ગોધાઓને માટે, ઘેટાઓને માટે, તથા હલવાનોને માટે, તેમની ગણતરી પ્રમાણે તથા વિધિ પ્રમાણે ચઢાવો.
25 અને નિત્યના દહનીયાર્પણ તથા તેના ખાદ્યાર્પણ તથા તેના પેયાર્પણ ઉપરાંત, પાપાર્થાર્પણને માટે એક બકરો ચઢાવો.
26 અને પાંચમે દિવસે નવ ગોધા, બે ઘેટા, ને પહેલા વર્ષના ચૌદ ખોડખાંપણ વગરના નર હલવાન ચઢાવો,
27 અને તેઓનું ખાદ્યાર્પણ તથા તેઓનાં પેયાર્પણો, ગોધાઓને માટે, ઘેટાઓને માટે, તથા હલવાનોને માટે, તેમની ગણતરી પ્રમાણે તથા વિધિ પ્રમાણે ચઢાવો.
28 અને નિત્યના દહનીયાર્પણ તથા તેના ખાદ્યાર્પણ તથા તેના પેયાર્પણ ઉપરાંત, પાપાર્થાર્પણને માટે એક બકરો ચઢાવો.
29 અને છઠ્ઠે દિવસે આઠ ગોધા, બે ઘેટા, ને પહેલા વર્ષના ચૌદ ખોડખાંપણ વગરના નર હલવાન ચઢાવો.
30 અને તેઓનું ખાદ્યાર્પણ તથા તેઓનાં પેયાર્પણો, ગોધાઓને માટે, ઘેટાઓને માટે, તથા હલવાનોને માટે, તેમની ગણતરી પ્રમાણે તથા વિધિ પ્રમાણે ચઢાવો.
31 અને નિત્યના દહનીયાર્પણ તથા તેનાં ખાદ્યાર્પણ તથા તેનાં પેયાર્પણો ઉપરાંત, પાપાર્થાર્પણને માટે એક બકરો ચઢાવો.
32 અને સાતમે દિવસે સાત ગોધા, બે ઘેટા, ને પહેલા વર્ષના ચૌદ ખોડખાંપણ વગરના નર હલવાન ચઢાવો.
33 અને તેઓનું ખાદ્યાર્પણ તથા તેઓનાં પેયાર્પણો, ગોધાઓને માટે, ઘેટાઓને માટે, તથા હલવાનોને માટે, તેમની ગણતરી પ્રમાણે તથા વિધિ પ્રમાણે ચઢાવો.
34 અને નિત્યના દહનીયાર્પણ તથા તેના ખાદ્યાર્પણ તથા તેના પેયાર્પણ ઉપરાંત, પાપાર્થાર્પણને માટે એક બકરો ચઢાવો.
35 આઠમે દિવસે તમે આખરની સભા કરો. કંઈ સંસારી કામ કરો:
36 પણ યહોવાને દહનીયાર્પણ, એટલે સુવાસિત હોમયજ્ઞ ચઢાવો; એટલે એક ગોધો, એક ઘેટો, ને પહેલા વર્ષના સાત ખોડખાંપણ વગરના નર હલવાન.
37 તેઓનું ખાદ્યાર્પણ તથા તેઓનાં પેયાર્પણો, ગોધાઓને માટે, ઘેટાઓને માટે, તથા હલવાનોને માટે, તેમની ગણતરી પ્રમાણે તથા વિધિ પ્રમાણે ચઢાવો.
38 અને નિત્યના દહનીયાર્પણ તથા તેના ખાદ્યાર્પણ તથા તેના પેયાર્પણ ઉપરાંત, પાપાર્થાર્પણને માટે એક બકરો ચઢાવો.
39 તમારાં દહનીયાર્પણોને માટે, તથા તમારાં ખાદ્યાર્પણોને માટે, તથા તમારાં પેયાર્પણોને માટે, તથા તમારાં શાંત્યર્પણોને માટે, તમારાં ચઢાવેલાં માનતાઓ તથા ઐચ્છિકાર્પણો ઉપરાંત, તમારે તમારાં ઠરાવેલાં પર્વોમાં યહોવાને ચઢાવવાં.”
40 અને યહોવાએ જે સર્વ મૂસાને ફરમાવ્યું હતું તે પ્રમાણે મૂસાએ ઇઝરાયલી લોકોને કહી સંભળાવ્યું.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×