Bible Versions
Bible Books

Psalms 91:8 (GUV) Gujarati Old BSI Version

1 પરાત્પરના ગુપ્તસ્થાનમાં જે વસે છે તે સર્વસમર્થની છાયામાં રહેશે.
2 હું યહોવા વિષે કહીશ, “તે મારો આશ્રય તથા કિલ્લો છે; મારા ઈશ્વર છે, તેમના પર હું ભરોસો રાખું છું.”
3 કેમ કે તે પારધીના પાશથી અને નાશકારક મરકીથી તને બચાવશે.
4 તે પોતાનાં પીછાંથી તને ઢાંકશે, અને તેમની પાંખો નીચે તને આશ્રય મળશે; તેમની સત્યતા ઢાલ તથા બખ્તર છે.
5 રાત્રે જે ધાસ્તી લાગે છે તેથી, અથવા તો દિવસે ઊડનાર તીરથી,
6 અંધારામાં ચાલનાર મરકીથી કે, બપોરે મહામારીથી તું બીહીશ નહિ.
7 તારી બાજુએ હજાર અને તારે જમણે હાથે દશહજાર માણસો પડશે, પણ તે તારી પાસે આવશે નહિ.
8 તું માત્ર નજરે જોશે, તું દુષ્ટોને મળેલો બદલો દેખશે.
9 કેમ કે, હે યહોવા, તમે મારા આધાર છો! તેં પરાત્પરને તારો આશ્રય કર્યો છે;
10 તારા પર કંઈ દુ:ખ આવી પડશે નહિ, મરકી તારા તંબુની પાસે આવશે નહિ.
11 તને તારા સર્વ માર્ગમાં સંભાળવાને માટે તે પોતાના દૂતોને આજ્ઞા આપશે;
12 તેઓ પોતાને હાથે તને ધરી રાખશે, રખેને તારો પગ પથ્થર પર અફળાય.
13 તું સિંહ તથા સાપ પર પગ મૂકશે; સિંહના બચ્ચાને તથા સાપને તું છૂંદી નાખશે.
14 તેણે મારા પર પોતાનો પ્રેમ બેસાડ્યો છે માટે હું તેને બચાવીશ; તેણે મારું નામ જાણ્યું છે, માટે હું તેને ઊંચો કરીશ.
15 તે મને અરજ કરશે, એટલે હું તેને ઉત્તર આપીશ; હું સંકટસમયે તેની સાથે થઈશ; હું તેને છોડાવીને માન આપીશ.
16 લાંબા આયુષ્યથી હું તેને તૃપ્ત કરીશ, અને તેને મારું તારણ દેખાડીશ.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×