Bible Versions
Bible Books

2 Kings 7 (GUV) Gujarati Old BSI Version

1 એલિશાએ કહ્યું, “તમે યહોવાનું વચન સાંભળો:યહોવા એમ કહે છે, ‘કાલે આશરે સમયે સમરુનની ભાગળમાં એક માપ મેંદો એક શેકેલે, ને બે માપ જવ એક શેકેલે વેચાશે.”
2 ત્યારે જે સરદારના હાથ પર રાજા ટેકતો હતો તેણે ઈશ્વરભક્તને ઉત્તર આપ્યો, “જો યહોવા આકાશમાં બારીઓ કરે તોપણ વાત બની શકે શું?” અને એલિશાએ કહ્યું, “જો, તું તે નજરે જોશે, પણ તેમાંથી ખાવા પામશે નહિ.”
3 હવે દરવાજાના નાકા આગળ ચાર કોઢિયા બેઠેલા હતા. તેઓએ એકબીજાને કહ્યું, “શા માટે આપણે અહીં બેસી રહીને મરી જઈએ?
4 જો આપણે કહીએ કે, ચાલો નગરમાં જઈએ, તો નગરમાં દુકાળ છે, ને ત્યાં આપણે મરી જઈએ. અને જો છાનામાના અહીં બેસી રહીએ, તોપણ મરી જઈએ. માટે હવે‍ ચાલો, આપણે અરામીઓની છાવણીમાં જઈને પડીએ. જો તેઓ આપણને જીવતા રહેવા દેશે, તો આપણે જીવતા રહીશું. અને જો તેઓ આપણને મારી નાખશે, તો પછી મરવાનું તો છે જ.”
5 તેઓ સંધ્યાકાળે અરામીઓની છાવણીમાં જવા માટે ઊઠ્યા. અને તેઓ અરામીઓની છાવણીની સરહદ પર પહોંચ્યા, ત્યારે જુઓ, ત્યાં કોઈ પણ માણસ નહોતો.
6 કેમ કે યહોવાએ અરામીઓના સૈન્યને રથોનો અવાજ તથા ઘોડાઓનો અવાજ, એટલે મોટા સૈન્યનો અવાજ સંભળાવ્યો હતો. તેથી તેઓએ એકબીજાને કહ્યું હતું, “જુઓ, ઇઝરાયલના રાજાએ હિત્તીઓના રાજાઓને તથા મિસરીઓના રાજાઓને નાણાં આપીને આપણી વિરુદ્ધ ચઢાઈ કરવા માટે મોકલ્યા છે.”
7 માટે સંધ્યાકાળ થતાં ઊઠીને તેઓ નાસી ગયા હતા. અને તેઓના તંબુઓને, તેઓના ઘોડાઓને તથા તેઓના ગધેડાંને, એટલે છાવણી જેમ હતી તેમ ને તેમ મૂકીને તેઓ જીવ લઈને નાઠા હતા.
8 પેલા કોઢિયા છાવણીની સરહદ પર આવ્યા ત્યારે એક તંબુમાં પેસીને તેઓએ ખાધુંપીધું, ને ત્યાંથી રૂપું, સોનું તથા વસ્ત્રો લઈ જઈને તે સંતાડ્યાં. પછી પાછા આવીને તેઓ બીજા તંબુમાં ગયા, ને ત્યાંથી પણ લઈ લીધું ને જઈને તે સંતાડ્યું.
9 પછી તેઓએ એકબીજાને કહ્યું, “આ આપણે ઠીક નથી કરતા. દિવસ તો વધામણીનો દિવસ છે, ને આપણે તો ચૂપ રહ્યા છીએ. જો સવારના અજવાળા સુધી આપણે થોભીશું, તો આપણા પર શિક્ષા આવી પડશે. માટે હવે ચાલો, આપણે જઈને રાજાના ઘરનાંને ખબર અપીએ.”
10 પછી તેઓએ આવીને નગરના દરવાનને હાંક મારી; અને કોઢિયાઓએ તેને કહ્યું, “અમે અરામીઓની છાવણીમાં ગયા હતા, તો ત્યાં કોઈ માણસ હતો, ને કોઈ માણસનો અવાજ પણ સંભળાતો હતો. પણ ઘોડા બાંધી મૂકેલા તથા ગધેડાં બાંધી મૂકેલાં, ને તંબુ જેમ ને તેમ હતા.”
11 તેણે દરવાનોને હાંક મારી. અને તેઓએ અંત:પુરમાં રાજાના ઘરનાંને ખબર આપી.
12 રાજાએ રાત્રે ઊઠીને પોતાના ચાકરોને કહ્યું, “અરામીઓએ આપણને શું કર્યું છે તે હું હવે તમને સમજાવીશ. તેઓ જાણે છે કે આપણે ભૂખ્યા છીએ, માટે તેઓ નગરમાંથી નીકળશે એટલે આપણે તેમને જીવતા પકડી લઈને નગરમાં પેસી જઈશું, એમ કહીને તેઓ છાવણીમાંથી નીકળીને સીમમાં સંતાઈ રહ્યા હશે.”
13 તેના ચાકરોમાંના એકે ઉત્તર આપ્યો, “કૃપા કરીને નગરમાં બચેલા ઘોડાઓમાંથી પાંચ લઈને કોઈને તપાસ માટે મોકલી આપવાની રજા આપો. (જો તેઓ જીવતા રહેશે તો તેમની હાલત બધા બચી ગયેલા ઇઝરાયલીઓના જેવી થશે, અને જો મરી જશે તો ઇઝરાયલના અત્યાર સુધીમાં નાશ પામેલાએની હાલત કરતાં ખરાબ નહિ હોય.)”
14 એથી તેઓએ ઘોડા જોડેલા બે રથ લીધા. અને રાજાએ તેમને અરામીઓના સૈન્યની પાછળ મોકલતા કહ્યું, “જઈને જુઓ.”
15 તેઓ તેમની પાછળ યર્દન સુધી ગયા. અને જુઓ, જે વસ્ત્રો તથા પાત્રો અરામીઓએ ઉતાવળને લીધે ફેંકી દીધાં હતાં, તેથી આખો માર્ગ ભરપૂર હતો, અને સંદેશિયાઓએ પાછા આવીને રાજાને ખબર આપી.
16 ત્યાર પછી લોકોએ બહાર નીકળી આવીને અરામીઓની છાવણી લૂટી. એમ યહોવાના વચન પ્રમાણે મેંદાનું એક માપ એક શેકેલે, ને જવનાં બે માપ એક શેકેલે વેચાયાં.
17 જે સરદારના હાથ પર રાજા ટેકતો હતો, તેને રાજાએ દરવાજાની સંભાળ રાખવાનું સોંપ્યું. રાજા ઊતરીને તેની પાસે આવ્યો ત્યારે ઈશ્વરભક્તે જેમ કહ્યું હતું તેમ, તે સરદાર દરવાજામાં લોકોનાં પગ નીચે છૂંદાઈને મરણ પામ્યો.
18 ઈશ્વરભક્તે રાજાને બોલાવીને કહ્યું હતું, ‘કાલે આશરે સમયે સમરુનની ભાગળમાં બે માપ જવ એક શેકેલે, ને એક માપ મેંદો એક શેકેલે વેચાશે, તેમ થયું,
19 અને તે સરદારે ઈશ્વરભક્તને ઉત્તર આપ્યો હતો, ‘હવે જો, યહોવા આકાશમાં બારીઓ કરે, તોપણ શું વાત બની શકે?’ ત્યારે ઈશ્વરભક્તે કહ્યું હતું, ‘જો, તું તે તારી આંખે જોશે, પણ તેમાંથી ખાવા પામશે નહિ;’
20 અને તે પ્રમાણે તેને થયું; કેમ કે તે દરવાજામાં લોકોના પગ નીચે છૂંદાઈને મરણ પામ્યો.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×