Bible Versions
Bible Books

Exodus 6 (GUV) Gujarati Old BSI Version

1 અને યહોવાએ મૂસાને કહ્યું, “હવે હું ફારુનની શી દશા કરીશ તે તું જોશે; કેમ કે મારા બળવાન હાથને કારણે તે તેઓને જવા દેશે, ને મારા બળવાન હાથને કારણે તે તેના દેશમાંથી તેઓને હાંકી કાઢશે.”
2 અને ઈશ્વરે મૂસાની સાથે બોલતાં તેને કહ્યું, “હું યહોવા છું.
3 અને સર્વસમર્થ ઈશ્વર, નામે મેં ઇબ્રાહિમને તથા ઇસહાકને તથા યાકૂબને દર્શન આપ્યું, પણ યહોવા મારા નામથી તેઓ મને ઓળખતા નહોતા.
4 અને તેઓના પ્રવાસનો દેશ, એટલે કનાન દેશ કે, જેમાં તેઓએ પ્રવાસ કર્યો તે, તેઓને આપવાનો મારો કરાર પણ મેં તેમની સાથે કર્યો છે.
5 અને વળી મિસરીઓએ ગુલામીમાં રાખેલો ઇઝરાયલીઓની રોકકળ પણ મેં સાંભળી છે; અને મેં મારા કરારને યાદ કર્યો છે.
6 માટે ઇઝરાયલીઓને કહે, ‘હું યહોવા છું. ને મિસરીઓની વેઠ નીચેથી હું તમને કાઢીશ, ને હું તેમની ગુલામીમાંથી તમને મુક્ત કરીશ, ને લંબવેલા હાથ વડે તથા મહાન ન્યાયકૃત્યો વડે હું તમને છોડાવીશ.
7 અને હું તમને મારા લોક કરી લઈશ, ને હું તમારો ઈશ્વર થઈશ. અને તમે જાણશો કે મિસરીઓની વેઠ નીચેથી તમને કાઢનાર તમારો ઈશ્વર યહોવા હું છું.
8 અને જે દેશ આપવાનું પ્રતિ પૂર્વક ઇબ્રાહિમની તથા ઇસહાકની તથા યાકૂબની આગળ મેં વચન આપ્યું છે, તે દેશમાં તમને લઈ જઈને વતનને માટે તે હું તમને આપીશ. હું યહોવા છું.”
9 અને મૂસાએ ઇઝરાયલીઓને એમ કહ્યું; પણ મનની વેદના તથા ઘાતકી ગુલામીના કારણથી તેઓએ મૂસાનું ગણકાયું નહિ.
10 અને યહોવાએ મૂસાને બોલાવીને કહ્યું,
11 “તું જઈને મિસરના રાજા ફારુનને કહે કે, ઇઝરાયલીઓને તારા દેશમાંથી જવા દે.”
12 અને મૂસાએ યહોવાને કહ્યું, “જો, ઇઝરાયલીઓએ મારું સાંભળ્યું, તો ફારુન મારું કેમ સાંભળશે? હું તો બેસુન્‍નત હોઠોનો માણસ છું.”
13 ત્યારે યહોવાએ મૂસાની તથા હારુનની સાથે વાત કરીને તેઓને ઇઝરાયલીઓ ઉપર તથા મિસરના રાજા ફારુન ઉપર એવું ફરમાન આપ્યું કે, ઇઝરાયલીઓને મિસર દેશમાંથી કાઢવા.
14 તેમના પિતૃઓનાં ઘરોમાં મુખ્ય હતા: ઇઝરાયલના જ્યેષ્ઠ પુત્ર રૂબેનના પુત્રો:હનોખ તથા પાલ્લુ, હેસ્‍ત્રોન તથા કામી; રૂબેનનાં કુટુંબો હતાં.
15 અને શિમયોનના પુત્રો:યમુએલ તથા યારીન તથા ઓહાદ તથા યાખીન તથા સોહાર, તથા કનાની પત્નીનો પુત્ર શાઉલ; શિમયોનનાં કુટુંબો હતાં.
16 અને લેવીના પુત્રોનાં નામ, તેમની પેઢીઓ પ્રમાણે હતાં:ગેર્શોન તથા કહાથ તથા મરારી; અને લેવીનું આયુષ્ય એકસો ને સાડત્રીસ વર્ષનું હતું.
17 ગેર્શોનના પુત્રો, તેમનાં કુટંબો પ્રમાણે:લિબ્ની તથા શિમિઈ.
18 કહાથના પુત્રો:આમ્રા તથા યિસ્હાર તથા હેબ્રોન તથા ઉઝિયેલ; અને કહાથનું આયુષ્‍ય એકસો ને તેત્રીસ વર્ષનું હતું.
19 અને મરારીના પુત્રો:માહલી તથા મૂશી. લેવીઓનાં કુટંબો, તેમની પેઢીઓ પ્રમાણે હતાં.
20 અને આમ્રામ પોતાની ફુઈ યોખેબેદ સાથે પરણ્યો; અને તેને પેટે હારુન તથા મૂસા થયાં. અને આમ્રામનું આયુષ્ય એકસો ને સાડત્રીસ વર્ષનું હતું.
21 અને યિસ્હારનાં પુત્રો:કોરાલ તથા નેફેગ તથા ઝિખ્રી.
22 અને ઉઝિયેલના પુત્રો:મિશાએલ તથા એલ્સાફાન તથા સિથ્રી.
23 અને હારુન આમ્મિનાદાબની પુત્રી નાહશોનની બહેન અલીશેબા સાથે પરણ્યો; અને તેને પેટે નાદાબ તથા અબીહૂ, એલાઝાર તથા ઇથામાર થયા.
24 અને કોરાના પુત્રો:આસ્સીર તથા એલ્કાના તથા અબિયાસાફ કોરાનાં કુટુંબો હતાં.
25 અને હારુનનો પુત્ર એલાઝાર પૂટીએલની પુત્રીઓમાંની એકની સાથે પરણ્યો; અને તેને પેટે તેને ફીનહાસ થયો. તેઓ પોતાના પિતૃઓનાં કુટુંબો પ્રમાણે લેવી કુળના મુખ્ય પુરુષો હતા.
26 જે મૂસાને તથા હારુનને યહોવાએ કહ્યું “ઇઝરાયલીઓને તેઓનાં સૈન્ય પ્રમાણે મિસર દેશમાંથી કાઢી લાવ, તેઓ છે.
27 જેઓએ ઇઝરાયલી લોકોને મિસરમાંથી કાઢી લાવવાને માટે મિસરના રાજા ફારુનની સાથે વાત કરી તેઓ એજ છે. એટલે તેઓ મૂસા તથા હારુન છે.
28 અને યહોવા મિસર દેશમાં મૂસા સાથે બોલ્યા, તે દિવસે એમ થયું કે
29 યહોવાએ મૂસાને કહ્યું, “હું યહોવા છું; હું તને કહું તે બધું તારે મિસરના રાજા ફારુનને કહેવું.”
30 અને મુસાએ યહોવાની હજૂરમાં કહ્યું “જો હું બેસુન્‍નત હોઠોનો માણસ છું, ફારુન મારું કેમ સાંભળશે?”
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×