Bible Versions
Bible Books

Psalms 124 (GUV) Gujarati Old BSI Version

1 ચઢવાનું ગીત; દાઉદનું. હવે, ઇઝરાયલ એમ કહો કે, જો યહોવા અમારા પક્ષમાં હોત,
2 જ્યારે માણસો અમારા પર ચઢી આવ્યા ત્યારે જો યહોવા અમારા પક્ષમાં હોત,
3 તો તેઓનો ક્રોધ અમારા ઉપર સળગી ઊઠતાં તેઓ અમને જીવતા ગળી જાત.
4 ત્યારે પાણીની રેલો અમને તાણી જાત, અમારા જીવ ઉપર રેલ ચઢત;
5 ત્યારે ગર્વિષ્ઠ મોજાં અમારા જીવ ઉપર ફરી વળત.
6 યહોવાને ધન્ય હો કે જેમણે તેઓના દાંતનો શિકાર થવાને અમને સોંપ્યા નહિ.
7 જેમ પારધીની જાળમાંથી પક્ષી સટકી જાય છે તેમ અમારા જીવ બચી ગયા છે; જાળ તો તૂટી ગઈ છે, અને અમે બચી ગયા છે;
8 અમારી સહાય તો આકાશ તથા પૃથ્વીના સરજનહાર યહોવાના નામમાં છે.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×