Bible Versions
Bible Books

Psalms 148 (GUV) Gujarati Old BSI Version

1 યહોવાની સ્તુતિ કરો. આકાશોથી યહોવાની સ્તુતિ કરો; ઉચ્ચસ્થાનોમાં તેમની સ્તુતિ કરો.
2 તેમના સર્વ દૂતો, તમે તેમની સ્તુતિ કરો; તેમનાં સર્વ સૈન્યો, તેમની સ્તુતિ કરો.
3 સૂર્ય તથા ચંદ્ર, તમે તેમની સ્તુતિ કરો; સર્વ ઝગમગતા તારા, તેમની સ્તુતિ કરો.
4 આકાશોનાં આકાશો, તમે તેમની સ્‍તુતિ કરો; આકાશ ઉપરનાં પાણી, તેમની સ્તુતિ કરો.
5 યહોવાના નામની સ્તુતિ તેઓ કરે; કેમ કે ઈશ્વરની આજ્ઞાથી તેઓ ઉત્પન્‍ન થયાં.
6 વળી તેમણે સદાકાળને માટે તેઓને સ્થાપન કર્યાં છે; જેનું ઉલ્લંઘન તેઓ કરી શકે નહિ, એવો નિયમ તેમણે કર્યો છે.
7 પૃથ્વી પરથી તમે યહોવાની સ્તુતિ કરો; રાક્ષસી જળચરો તથા સર્વ ઊંડાણો તેમની સ્તુતિ કરો.
8 અગ્નિ તથા કરા, હિમ તથા મેઘ; આંધીના વાયુ, જે તેમનું વચન પૂરું કરે છે;
9 પહાડો તથા સર્વ ડુંગરો; ફળવૃક્ષો તથા સર્વ દેવદારો;
10 જાનવરો તથા સર્વ પશુઓ; પેટે ચાલનારાં જીવજંતુ તથા ઊડનારાં પક્ષીઓ;
11 પૃથ્વીના રાજાઓ તથા સર્વ લોકો; હાકેમો તથા પૃથ્વીના સર્વ ન્યાયાધીશો;
12 જુવાનો તથા કન્યાઓ; વૃદ્ધો તથા બાળકો;
13 તે સર્વ, યહોવાના નામની સ્તુતિ કરો; કેમ કે એકલું તેમનું નામ બુલંદ છે; તેમનું ગૌરવ પૃથ્વી તથા આકાશ કરતાં મોટું છે.
14 વળી તેમણે પોતાના લોકોનું શિંગ, અને પોતાના બધા સંતોની સ્તુતિ ઊંચી કરી છે; અને જે તેમની પાસે રહેનાર ઇઝરાયલ લોકો છે તેમને તેમણે ઊંચા કર્યા છે. યહોવાની સ્તુતિ કરો.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×