Bible Versions
Bible Books

Psalms 65 (GUV) Gujarati Old BSI Version

1 મુખ્ય ગવૈયાને માટે ગીત. દાઉદનું ગાયન. હે ઈશ્વર, સિયોનમાં તમારી સ્તુતિ થાય તે ઘટિત છે; તમારી આગળ માનતા પૂરી કરવામાં આવશે.
2 હે પ્રાર્થનાના સાંભળનાર, તમારી પાસે સર્વ લોક આવશે.
3 ભૂંડાઈની વાતો મારા પર જય પામે છે. અમારાં ઉલ્લઘંનો તમે નિવારશો.
4 જેને તમે પસંદ કરીને પાસે લાવો છો, જે તમારાં આંગણાંમાં વસે છે તેને ધન્ય છે. અમે તમારા ઘરની, એટલે તમારા મંદિરના પવિત્રસ્થાનની ઉત્તમતાથી તૃપ્ત થઈશું.
5 હે અમારા તારણના ઈશ્વર, ન્યાયીકરણથી તમે ભયંકર કૃત્યો વડે અમને ઉત્તર આપશો; તમે પૃથ્વીની સર્વ દિશાઓના તથા દૂરના સમુદ્રોના આશ્રય છો.
6 તેમણે પોતાને બળે પર્વતો સ્થાપ્યા; તે પરાક્રમથી ભરપૂર છે.
7 તે સમુદ્રોની ગર્જના, તેઓનાં મોજાંના ઘુઘવાટ શાંત કરે છે, લોકોનું હુલ્લડ પણ તે શાંત પાડે છે
8 પૃથ્વીની સરહદના રહેનારાઓ પણ તમારાં અદભુત કાર્યોથી બીએ છે; તમે સૂર્યના ઉદય તથા અસ્તનાં સ્થળોને આનંદમય કરો છો.
9 તમે પૃથ્વીની મુલાકાત લો છો, અને તેને પાણીથી સિંચો છો; તમે તેને ઘણી ફળદ્રુપ કરો છો. ઈશ્વરની નદી પાણીથી ભરેલી છે! તમે પૃથ્વીને તૈયાર કરીને તેઓને માટે ધાન્ય પકવો છો.
10 તમે તેના ચાસોને પુષ્કળ પાણી પાઓ છો; તમે તેના ઊમરાઓને સપાટ કરો છો; તમે ઝાપટાંથી તેને નરમ કરો છો; તેના ઊગતા ફણગાને તમે આશીર્વાદ આપો છો.
11 તમે તમારા ઉપકારથી વર્ષને આબાદી બક્ષો છો; અને તમારા માર્ગોમાંથી સમૃદ્ધિ વરસે છે.
12 અરણ્યનાં બીડો પર તે ટપકે છે, અને ટેકરીઓ આનંદમય થાય છે.
13 વળી બીડો ટોળાંઓથી ઢંકાઈ જાય છે; ખીણોની સપાટીઓ પણ ધાન્યથી ઢંકાયેલી છે; તેઓ હર્ષનાદ કરે છે, હા, તેઓ ગાયન કરે છે.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×