Bible Versions
Bible Books

1 Kings 20 (GUV) Gujarati Old BSI Version

1 અરામના રાજા બેન-હદાદે પોતાનું આખું સૈન્ય એકત્ર કર્યું. તેની સાથે બત્રીસ રાજા, ઘોડા તથા રથો હતા. તેણે ચઢાઈ કરીને સમરુનને ઘેરી લીધું, ને તેની સામે યુદ્ધ કર્યું.
2 તેણે નગરમાં ઇઝરાયલના રાજા આહાબ પાસે સંદેશિયાઓ મોકલીને તેને કહાવ્યું, “બેન-હદાદ આમ કહે છે,
3 ‘તારું રૂપું તથા તારું સોનું મારા છે. વળી મારી પત્નીઓ તથા તારાં છોકરાં, એટલે તેઓમાં જે સૌથી સારા હશે, તે પણ મારાં છે.’”
4 ઇઝરયલના રાજાએ ઉત્તર આપ્યો, “હે મારા મુરબ્બી રાજા, તમારા કહેવા પ્રમાણે છે; હું તથા મારું સર્વસ્વ તમારાં છીએ.”
5 અને સંદેશિયાઓએ ફરીથી આવીને કહ્યું, “બેન-હદાદ આમ કહે છે કે, મેં તો તારી પાસે માણસ મોકલીને ખરેખર કહાવ્યું હતું કે તારું રૂપું, તારું સોનું, તારી પત્નીઓ, તથા તારા છોકરાં તું મારે સ્વાધીન કર.
6 પરંતું કાલે આસરે સમયે હું મારા ચાકરોને તારી પાસે મોકલીશ, ને તેઓ તારા ઘરની તથા તારા ચાકરોનાં ઘરની ઝડતી લેશે.અને એમ થશે કે જે બધું તને પ્રિય લાગતું હશે, તે તેઓ તારી પાસેથી લઈ જશે.’”
7 ત્યારે ઇઝરાયલના રાજાએ દેશના સર્વ વડીલોને બોલાવીને કહ્યું, “કૃપા કરીને ધ્યાનમાં લો, ને જુઓ કે, માણસ કેવું નુકસાન કરવા ઇચ્છે છે, કેમ કે તેણે મારી પાસે માણસ મોકલીને મારી પત્નીઓ, મારા છોકરાં, મારું રૂપું તથા મારું સોનું માગ્યા, અને મેં તેને ના પાડી નહિ.”
8 અને સર્વ વડીલોએ તથા સર્વ લોકોએ તેને કહ્યું, “તમારે તેનું સાંભળવું નહિ, તથા કંઈ પણ કબૂલ કરવું નહિ.”
9 આથી આહાબે બેન-હદાદના સંદેશિયાઓને કહ્યું, “મારા મુરબ્બી રાજાને કહો કે, પહેલાં જે બધું તમે તમારા સેવકને કહાવ્યું છે તે હું કરીશ; પણ વાત તો હું કબૂલ કરી શકું નહિ” અને સંદેશિયાઓ ત્યાંથી વિદાય થઈને તેની પાસે પ્રત્યત્તર લાવ્યા.
10 અને બેન-હદાદે ફરીથી આહાબ પાસે માણસ મોકલીને કહાવ્યું, “જો મારી સાથે આવેલા બધા લોકને ભાગે સમરુનની મુઠ્ઠી મુઠ્ઠી મટોડી પણ આવે, તો દેવતાઓ મને એવું ને એથી પણ વધારે વિતાડો.”
11 ઇઝરાયલના રાજાએ ઉત્તર આપ્યો, “તેને કહો કે, જે જન શસ્ત્ર ધારણ કરે તેણે શસ્ત્ર અંગ પરથી ઉતારનારની જેમ ફુલાશ મારવી નહિ.”
12 અને એમ થયું કે બેન-હદાદ તથા રાજાઓ તંબુઓમાં મદ્યપાન કરતા હતા દરમિયાન તેણે સંદેશો સાંભળીને પોતાના ચાકરોને કહ્યું, “વ્યૂહ રચો.” એટલે તેઓએ નગરની સામે વ્યૂહ રચ્યો.
13 અને જુઓ, એક પ્રબોધકે ઇઝરાયલના રાજા આહાબ પાસે આવીને કહ્યું, “યહોવા એમ કહે છે, ‘આ બધી મોટી મેદની તેં જોઈ? જો, હું આજે તેને તારા હાથમાં સોંપી દઈશ; અને તું જાણશે કે હું યહોવા છું, ‘”
14 અને આહાબે પૂછ્યું, “કોની મારફતે?” એણે કહ્યું, “યહોવા આમ કહે છે કે, પ્રાંતોના સૂબાઓના જુવાનોની મારફતે.” ત્યારે તેણે પૂછ્યું, “યુદ્ધ કોણ શરૂ કરે?” પ્રબોધકે ઉત્તર આપ્યો, “તું.”
15 પછી તેણે પ્રાંતોના સૂબાઓના જુવાનોને ભેગા કર્યા, તે બસો બત્રીસ થયા. તેમની પછી તેણે સર્વ લોકને, એટલે સર્વ ઇઝરાયલી લોકોને ભેગા કર્યા; તે સાત હજાર થયા.
16 અને તેઓ બપોરે રવાના થયા. પણ બેન-હદાદ પોતે ને રાજાઓ એટલે તેને સહાય કરનાર બત્રીસ રાજાઓ તંબુઓમાં પીને મસ્ત થતા હતા.
17 અને પ્રાંતોના સૂબાઓના જુવાનો પ્રથમ ચાલી નીકળ્યા. અને બેન-હદાદે માણસો મોકલ્યા, ને તેઓએ તેને એવી ખબર આપી, સમરૂનમાંથી માણસો નીકળી આવેલા છે.”
18 તેણે કહ્યું, “તેઓ સલાહને માટે આવ્યા હોય, તો તેઓને જીવતા પકડો, અથવા તેઓ યુદ્ધ કરવા આવ્યા હોય, તોપણ તેઓને જીવતા પકડો.”
19 એમ તેઓ, એટલે પ્રાંતોના સૂબાઓના જુવાનો, તથા સૈન્ય નગરમાંથી બહાર નીકળી આવ્યાં.
20 અને તેમાંના પ્રત્યેક માણસે સામા પક્ષ ના એકેક માણસને મારી નાખ્યો. અને અરામીઓ નાઠા, અને ઇઝરાયલ તેઓની પાછળ પડ્યા, અને અરામનો રાજા બેન-હદાદ ઘોડા પર બેસીને સવારો સાથે નાસી ગયો.
21 અને ઇઝરાયલના રાજાએ તેમની પાછળ પડીને તેઓના ઘોડા તથા રથોનો નાશ કર્યો, ને ભારે કતલ કરીને અરામીઓનો સંહાર કર્યો.
22 અને પ્રબોધકે ઇઝરાયલના રાજા પાસે આવીને તેને કહ્યું, “તું જઈને તારું બળ વધાર, ને તું જે કંઈ કરે તે વિષે લક્ષ તથા ચોકસી રાખ; કેમ કે નવું વર્ષ બેસતાં અરામનો રાજા તારા પર ચઢાઈ કરશે.”
23 અને અરામના રાજાના ચાકરોએ રાજાને કહ્યું, “તેમનો ઈશ્વર તો પર્વતોનો ઈશ્વર છે; તેથી તેઓ આપણા કરતાં બળવાન હતા. પણ આપણે તેમની સાથે મેદાનમાં યુદ્ધ કરીએ, તો નિ:સંશય આપણે તેઓના કરતાં બળવાન થઈશું.
24 અને તમે આટલું કરો; પ્રત્યેક રાજાને તેની જગાએથી દૂર કરીને તેઓની જગાએ સરદારોને રાખો;
25 અને તમારી જે સેના તમે ગુમાવી છે તેના જેટલી જ, એટલે તેમા ઘોડા હતા તેટલા ઘોડા, ને તેમાં રથ હતા તેટલા રથની સેના તમે ઊભી કરો; આપણે મેદાનમાં તેમની સાથે યુદ્ધ કરીશું, તો નક્કી આપણે તેઓના કરતાં બળવાન થઈશું “અને તેણે તેઓની વાણી સાંભળી, તે પ્રમાણે કર્યું.
26 નવું વર્ષ બેસતાં એમ થયું કે બેન-હદાદ અરામીઓને ભેગા કરીને ઇઝરાયલ સામે યુદ્ધ કરવા માટે અફેક સુધી સવારી લાવ્યો.
27 ઇઝરાયલી લોકો ભેગા થઈને ભાતું લઈને તેઓની સામે ગયા. અને ઇઝરાયલી લોકોએ તેઓની આગળ લવારાંની બે નાની ટોળીઓની માફક છાવણી કરી. પણ અરામીઓથી તો આખો પ્રદેશ ભરાઈ ગયો હતો.
28 અને એક ઈશ્વરભકતે પાસે આવીને ઇઝરાયલના રાજાને કહ્યું, “યહોવા એમ કહે છે કે, અરામીઓએ કહ્યું છે કે, યહોવા તો પર્વતોનો દેવ છે, પણ તે મેદાનનો દેવ નથી; માટે હું આખો મોટો સમુદાય તારા હાથમાં સોંપીશ, ને તમે જાણશો કે હું યહોવા છું.”
29 અને તેઓએ સાત દિવસ સુધી સામસામી છાવણી રાખી. અને સાતમે દિવસે એમ થયું કે જંગ મચ્યો, અને ઇઝરાયલી લોકોએ એક દિવસમાં અરામના એક લાખ પાયદળ સિપાઈઓને મારી નાખ્યા.
30 પણ બાકીના અફેક નાસી જઈને તે નગરમાં પેસી ગયાં. અને બાકી રહેલા સત્તાવીશ હજાર માણસ પર કોટ તૂટી પડ્યો. બેન-હદાદ નાઠો, ને નગરમાં પેસી જઈને ભીતરની ઓરડીમાં ભરાઈ બેઠો.
31 તેના ચાકરોએ તેને કહ્યું, “હવે જુઓ, અમે સાંભળ્યું છે કે ઇઝરાયલના રાજાઓ દયાળુ છે; તો કૃપા કરીને અમને અમારી કમરે ટાટ તથા અમારા માથા પર દોરડાં વીંટાળીને ઇઝરાયલના રાજા પાસે જવા દો. કદાચ તે તમારો જીવ બચાવે.”
32 માટે તેઓએ પોતાની કમરે ટાટ તથા પોતાનાં માથાં પર દોરડાં વીંટાળીને ઇઝરાયલના રાજા પાસે આવીને કહ્યું, ”તમારો સેવક બેન-હદાદ કહે છે કે, કૃપા કરીને મને જીવતદાન આપો.” એણે પૂછ્યું, “શું હજી સુધી તે જીવતો છે? તે મારો ભાઈ છે.”
33 હવે પેલા માણસો તો આતુરતાથી તાકી રહ્યા હતા, તેથી તેઓએ તેના બોલવાનો ભાવ ઝટ પકડી લીધો. અને તેઓએ કહ્યું, “તમારો ભાઈ બેન-હદાદ હયાત છે.” ત્યારે આહાબે કહ્યું, “તમે જઈને તેને તેડી લાવો.” ત્યારે બેન-હદાદ તેની પાસે બહાર આવ્યો; અને તેણે એને પોતાની સાથે રથમાં બેસાડ્યો.
34 અને બેન-હદાદે તેને કહ્યું, “જે નગરો મારા મારા પિતાએ તમારા પિતા પાસેથી લઈ લીધાં હતાં, તે હું પાછાં આપીશ. અને જેમ મારા પિતાએ સમરુનમાં ચોકચૌટા બનાવ્યાં હતાં તેમ તમે પોતાને માટે દમસ્કસમાં બનાવજો.” અને આહાબે કહ્યું “હું શરતે તમને જવા દઈશ.” એમ આહાબે તેની સાથે કરાર કરીને તેને જવા દીધો.
35 અને પ્રબોધકોના પુત્રોમાંના એક માણસે યહોવાના વચનથી પોતાના સાથીને કહ્યું, “કૃપા કરીને મને માર.” અને તે માણસે એને મારવાની ના પાડી.
36 ત્યારે એણે તેને કહ્યું, “તેં યહોવાની આજ્ઞા માની નથી માટે, જો, તું મારી પાસેથી વિદાય થઈશ કે તરત એક સિંહ તને મારી નાખશે.” અને એની પાસેથી તે વિદાય થયો કે તરત તેને એક સિંહે પકડીને મારી નાખ્યો.
37 પછી પેલાને બીજો માણસ મળ્યો, ને તેણે એને કહ્યું, “કૃપા કરીને મને માર.”અને માણસે તેને માર મારીને ઘાયલ કર્યો.
38 એવી સ્થિતિમાં તે પ્રબોધક જઈને રજાની રહ જોતો માર્ગમાં ઊભો રહ્યો, ને પોતાનો પટકો પોતાની આંખો પર વીંટીને વેશ બદલ્યો.
39 અને રાજા તેની પડખે થઈને જતો હતો, ત્યારે તેણે રાજાને હાંક મારીને કહ્યું, “તારો દાસ યુદ્ધમાં ગયો હતો. અને જો, એક માણસે એક બાજુએથી અવીને મારી પાસે એક માણસને લાવીને કહ્યું, ‘આ માણસને પકડી રાખ. જો કોઈ પણ રીતે તે જતો રહેશે, તો તેના જીવને બદલે તારો જીવ જશે, અથવા તો તારે એક તાલંત રૂપું આપવું પડશે.’
40 હવે તારો દાસ અહીંતહીં કામમાં ગુંથાયેલો હતો, એટલામાં પેલો જતો રહ્યો.” અને ઇઝરાયલના રાજાએ તેને કહ્યું, “તારો ન્યાય પ્રમાણે થશે; તેં પોતે તે કામનો ન્યાય ચૂકવ્યો છે.”
41 અને તેણે ઉતાવળથી પોતાની આંખ પરથી પટકો કાઢી નાખ્યો, એટલે ઇઝરયલના રાજાએ તેને ઓળખ્યો કે તે પ્રબોધકોમાંનો છે.
42 અને પ્રબોધકે રાજાને કહ્યું, “યહોવા આમ કહે છે કે, જે માણસને મેં નાશપાત્ર ઠરાવ્યો હતો તેને તેં તારા હાથમાંથી જવા દીધો છે, માટે તેના જીવના બદલે તારો જીવ થશે, ને તેના લોકને બદલે તારા લોક માર્યા જશે.”
43 આથી ઇઝરાયલનો રાજા ઉદાસ તથા નાખુશ થઈને પોતાને ઘેર ગયો, ને સમરુનમાં આવ્યો.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×