Bible Versions
Bible Books

Ecclesiastes 7 (GUV) Gujarati Old BSI Version

1 મૂલ્યવાન અત્તર કરતાં આબરુદાર નામ સારું, અને જન્મના દિવસ કરતાં મરણનો દિવસ સારો.
2 ઉજાણીના ઘરમાં જવા કરતાં શોકના ઘરમાં જવું સારું, કેમ કે સર્વ મનુષ્યો ની જિંદગી નું પરિણામ છે. અને જીવતો માણસ તે વાત પોતાના અંત:કરણમાં ઠસાવી રાખશે.
3 હાસ્ય કરતાં ખેદ સારો છે, કેમ કે ચહેરાના ઉદાસીપણાથી અંત:કરણ આનંદ પામે છે.,
4 જ્ઞાનીનું અંત:કરણ શોકના ઘરમાં હોય છે, પણ મૂર્ખોનું અંત:કરણ હર્ષના ઘરમાં હોય છે.
5 કોઈ માણસે મૂર્ખોનું ગીત સાંભળવું તે કરતાં જ્ઞાનીનો ઠપકો સાંભળવો સારો છે.
6 કેમ કે જેવો હાંલ્લા નીચે કાંટાનો ભડભડાટ હોય છે, તેવું મૂર્ખનું હસવું છે! પણ વ્યર્થતા છે.
7 સાચે જુલમ બુદ્ધિમાન માણસને મૂર્ખ બનાવે છે, અને લાંચ સમજશક્તિનો નાશ કરે છે.
8 કોઈ બાબતના આરંભ કરતાં તેનો અંત સારો છે; અને મનના મગરૂર માણસ કરતાં મનનો ધીરજવાન સારો છે.
9 ગુસ્‍સો કરવામાં ઉતાવળા મિજાજનો થા, કેમ કે ગુસ્સો મૂર્ખોના હ્રદયમાં રહે છે.
10 આગલો સમય સમય કરતાં સારો હતો તેનું કારણ શું છે, એવું તું પૂછ; કેમ કે વિષે પૂછવું ડહાપણ ભરેલું નથી.
11 બુદ્ધિ વારસા જેવી ઉત્તમ છે; સૂર્ય જોનારાઓને તે વધારે ઉત્તમ છે.
12 જેમ દ્રવ્ય આશ્રય છે તેમ બુદ્ધિ પણ આશ્રય છે; પણ જ્ઞાનની ઉત્તમતા છે કે, તે પોતાના માલિકના જીવનું રક્ષણ કરે છે.
13 ઈશ્વરના કામનો વિચાર કરો; કેમ કે જે તેમણે વાંકું કર્યું છે, તેને સીધું કોણ કરી શકશે?
14 ઉન્નતિને સમયે મગ્ન થા, ને આપત્કાળે વિચાર કર. ઈશ્વરે બન્નેને એકબીજાના સાથી બનાવ્યા છે, જેથી પોતાની પાછળ શું થશે તેમાંનું કશુંયે મનુષ્ય ખોળી કાઢી શકે નહિ.
15 બધું મારા વ્યર્થપણાના દિવસોમાં મેં જોયું છે: એટલે નેક માણસ પોતાની નેકીમાં માર્યો જાય છે, અને દુષ્ટ માણસ પોતાની દુષ્ટતા છતાં દીર્ઘાયુષ્ય ભોગવે છે.
16 ઝાઝો નેક થા; અને દોઢડાહ્યો પણ થા; તેમ કરીને તું શા માટે પોતાનો નાશ કરે?
17 અતિશય દુષ્ટ થા, તેમ મૂર્ખ પણ થ; કેમ કે તેમ કરીને તું શા માટે અકાળ મૃત્યુ પામે?
18 સારું તો છે કે એકને વળગી રહેવું અને બીજાને છોડવું નહિ; કારણ, જે માણસ ઈશ્વરનો ડર રાખે છે તે સર્વમાંથી મુક્ત થશે.
19 દશ અમલદારો નગરમાં હોય તેના કરતાં જ્ઞાની માણસને બુદ્ધિ વધારે શક્તિમાન બનાવે છે.
20 જે સારું કરે છે અને પાપ કરતો નથી એવો નેક માણસ નિશ્ચે પૃથ્વી પર એકે નથી.
21 વળી જે જે શબ્દો બોલવામાં આવે છે તે સર્વને લક્ષમાં લે, રખેને તું તારા ચાકરને તને શાપ દેતા સાંભળે.
22 કેમ કે તારું પોતાનું અંત:કરણ જાણે છે કે તેં પણ વારંવાર બીજાઓને શાપ આપ્યા છે.
23 મેં સર્વની બુદ્ધિથી પરીક્ષા કરી છે: મેં કહ્યું કે, હું બુદ્ધિમાન થઈશ. પણ તે વાત મારાથી દૂર રહી.
24 જે ખરું છે તે ઘણું દૂર તથા અતિશય ઊંડું છે; તેને કોણ ખોળી કાઢી શકે?
25 હું ફર્યો, અને જ્ઞાન મેળવવાને, તેને ખોળી કાઢવાને તથા તેના મૂળ કારણની શોધ કરવાને અને દુષ્ટતા તે મૂર્ખાઈ છે, તથા મૂર્ખાઈ તે ગાંડપણ છે, જાણવા માટે મેં મારું મન લગાડયું;
26 તો મને એવું માલૂમ પડયું કે મોતના કરતાં પણ એક ચીજ વધારે દુ:ખદાયક છે, તે છે કે જેનું અંત:કરણ ફાંદા તથા જાળરૂપ છે તથા જેના હાથ બંધનરૂપ છે તેવી સ્ત્રી! જે કોઈ ઈશ્વરને પ્રસન્ન કરે છે તે તેનાથી નાસી છૂટશે; પણ પાપી તેનાથી પકડાઈ જશે.
27 સભાશિક્ષક કહે છે કે, સત્ય શોધી કાઢવા માટે વસ્તુઓને એકબીજાની સાથે સરખાવી જોતાં મને માલૂમ પડયું છે.
28 તેને મારું દિલ હજી શોધ્યા કરે છે પણ તે મને મળતું નથી; મને હજારમાં એક પુરુષ મળ્યો છે; પણ એટલા બધામાં મને એકે સ્ત્રી મળી નથી.
29 મને ફકત એટલી શોધ લાગી છે કે, ઈશ્વરે મનુષ્યને સરળ અને નેક બનાવ્યું છે ખરું, પણ તેઓએ ઘણી યુક્તિઓ શોધી કાઢી છે.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×