Bible Versions
Bible Books

Hosea 3 (GUV) Gujarati Old BSI Version

1 યહોવાએ મને કહ્યું, “ફરીથી જા, ને જો કે ઇઝરાયલ પ્રજા અન્ય દેવો તરફ ફરી જાય છે, ને સૂકી દ્રાક્ષાની ભાખરીઓના શોખીલા થાય છે, તે છતાં યહોવા તેમના પર પ્રેમ રાખે છે તેવી રીતે તું તેના યારને પ્યારી તથા વ્યભિચારી સ્ત્રી ઉપર પ્રેમ કર.”
2 તે માટે પંદર રૂપાના કકડા, ને દોઢ હોમેર જવ આપીને મેં પોતાને માટે તેને વેચાતી લીધી.
3 મેં તેને કહ્યું, “તું મારી સાથે ઘણી મુદત સુધી રહેજે. તું વ્યભિચાર કરીશ નહિ, ને તું બીજા કોઈ પુરુષની સ્ત્રી થઈશ નહિ; હું પણ તારી સાથે એમ વર્તીશ.”
4 કેમ કે ઇઝરાયલ લાંબી મુદત સુધી રાજારહિત, અધિકારીરહિત, યજ્ઞરહિત, ભજનસ્તંભરહિત તથા એફોદ કે તરાફીમરહિત રહેશે;
5 પછીથી ઇઝરાયલી લોકો પાછા આવીને પોતાના ઈશ્વર યહોવાની તથા પોતાના રાજા દાઉદની શોધ કરશે; અને પાછલા દિવસોમાં તેઓ યહોવાનું ભય રાખીને તેમની પાસે આવશે, ને તેમની ઉદારતાનો આશ્રય લેશે.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×