Bible Versions
Bible Books

:

1 ડાહ્યો દીકરો પોતાના પિતાની શિખામણ માને છે; પણ તિરસ્કાર કરનાર માણસ ઠપકાને કાન દેતો નથી.
2 માણસ પોતાના શબ્દોથી હિતકારક ફળ ખાશે; પણ કપટીનો જીવ જુલમ વેઠશે.
3 પોતાનું મુખ સાચવીને બોલનાર પોતાના જીવનું રક્ષણ કરે છે; પણ પહોળા મુખથી બોલનારનો વિનાશ થશે.
4 આળસુનો જીવ ઇચ્છા કરે છે, પણ તેને કંઈ મળતું નથી; પણ ઉદ્યોગીના જીવને પુષ્ટ કરવામાં આવશે.
5 સદાચારી માણસ જૂઠનો ધિક્કાર કરે છે; પણ દુષ્ટ માણસ કંટાળો આપે છે, અને બદનામ થાય છે.
6 સદાચારી યથાર્થી માણસોનું રક્ષણ કરે છે; પણ દુષ્ટતા પાપીને ઉથલાવી નાખે છે.
7 એવા લોકો છે કે જે દ્રવ્ય પ્રાપ્ત કરવા છતાં છેક કંગાલ હોય છે; એવા પણ છે કે જે પોતાને દરિદ્રી બનાવી દેવા છતાં ધનાઢ્ય હોય છે.
8 દ્રવ્યવાનના જીવનો બદલો તેનું દ્રવ્ય છે; પણ દરિદ્રીને ધમકી સાંભળવી પડતી નથી.
9 નેકીવાનોનો પ્રકાશ આનંદ છે; પણ દુષ્ટોનો દીવો હોલવી નાખવામાં આવશે.
10 અભિમાનથી તો કેવળ તકરાર ઉત્પન્‍ન થાય છે. પણ સારી સલાહ માનનારાઓ પાસે જ્ઞાન છે.
11 ખોટે રસ્તે મેળવેલું દ્રવ્ય ઘટી જશે; પણ મહેનતથી સંગ્રહ કરનારની પાસે તેનો વધારો થશે.
12 આશા નું ફળ મળવામાં વિલંબ થયાથી અંત:કરણ ઝૂરે છે; પણ ઇચ્છાનું ફળ મળે છે ત્યારે તે જીવનવૃક્ષ છે.
13 વચનને તુચ્છ ગણનારનો નાશ થાય છે; પણ આજ્ઞાનું ભય રાખનારને બદલો મળશે.
14 મોતના ફાંદાઓમાંથી છૂટી જવાને માટે, જ્ઞાનીનું શિક્ષણ જીવનનો ઝરો છે.
15 સારી સમજણવાળાને કૃપા મળે છે; પણ કપટીનો માર્ગ ખરબચડો છે.
16 પ્રત્યેક ડાહ્યો માણસ બુદ્ધિથી કામ કરે છે; પણ મૂર્ખ પોતાની મૂર્ખાઈ ફેલાવે છે.
17 દુષ્ટ સંદેશિયો હાનિમાં પડે છે; પણ વિશ્વાસુ એલચી આરોગ્યરૂપ છે.
18 જે શિખામણનો ત્યાગ કરે છે તેને દરિદ્રતા તથા બદનામી મળશે; પણ જે ઠપકાને ગણકારશે તે માન પામશે.
19 ઇચ્છાની તૃપ્તિ આત્માને મીઠી લાગે છે; પણ દુષ્ટતાથી દૂર થવું મૂર્ખોને કંટાળારૂપ છે.
20 જો તું જ્ઞાની પુરુષોની સંગત કરશે, તો તું જ્ઞાની થશે, પણ જે મૂર્ખનો સાથી છે તેને નુકસાન થશે.
21 પાપીઓની પાછળ નુકસાન લાગેલું રહે છે; પણ નેકીવાનોને હિતકારક બદલો મળશે.
22 સારો માણસ પોતાનાં છોકરાંનાં છોકરાંને માટે વારસો મૂકી જાય છે; અને પાપીનું ધન નેકીવાનને માટે ભરી મૂકવામાં આવે છે.
23 ગરીબોની ખેતીમાં ઘણું અન્‍ન નીપજે છે; પરંતુ અન્યાયના કારણથી નાશ પામનારા માણસો પણ છે.
24 જે સોટી મારતો નથી, તે પોતાના દીકરાનો વૈરી છે; પણ તેના પર પ્રેમ કરનાર તેને વેળાસર શિક્ષા કરે છે.
25 નેકીવાન પોતાને સંતોષ થતાં સુધી ખાય છે; પણ દુષ્ટનું પેટ ભૂખ્‍યું ને ભૂખ્યું રહેશે.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×