Bible Versions
Bible Books

Psalms 5 (GUV) Gujarati Old BSI Version

1 મુખ્ય ગવૈયાને માટે; નહીલોથ સાથે ગાવાને. દાઉદનું ગીત. હે યહોવા, મારા બોલવા પર કાન ધરો, મારા ચિંતન પર લક્ષ લગાડો.
2 હે મારા રાજા અને મારા ઈશ્વર, મારી અરજ સાંભળો! કેમ કે હું તમારી પ્રાર્થના કરું છું.
3 હે યહોવા, સવારમાં તમે મારી પ્રાર્થના સાંભળશો; સવારમાં તે સિદ્ધ કરીને ઉત્તરને માટે હું તાકી રહીશ.
4 કેમ કે દુષ્ટતાથી ખુશી થાય એવા ઈશ્વર તમે નથી; ભૂંડાઈ તમારી પાસે રહી શકતી નથી.
5 તમારી હજૂરમાં ગર્વિષ્ઠો ઊભા રહી શક્તા નથી; કેમ કે તમે સર્વ દુષ્કર્મીઓનો દ્વેષ કરો છો.
6 જૂઠું બોલનારાઓનો નાશ તમે કરશો; ખૂની તથા કપટી માણસોથી યહોવા કંટાળે છે.
7 પણ હું તો તમારી પુષ્કળ કૃપાથી તમારા મંદિરમાં આવીશ; હું તમારી બીક રાખીને તમારા પવિત્ર મંદિર તરફ ફરીને ભજન કરીશ.
8 હે યહોવા, મારા શત્રુઓના કારણથી તમે તમારા ન્યાયીપણામાં મને ચલાવો. મારી આગળ તમારો માર્ગ પાધરો કરો.
9 કેમ કે તેમના બોલવામાં કંઈ સત્યતા નથી. તેઓનાં અંત:કરણોમાં નરી દુષ્ટતા છે; તેમનું ગળું ઉઘાડી કબર છે. તેઓ પોતાની જીભે ખુશામત કરે છે.
10 હે ઈશ્વર, તમે તેઓને અપરાધી ગણો. તેઓ પોતાની યુક્તિઓમાં પોતે ફસાઈ પડે. તેમના પુષ્કળ અપરાધોને લીધે તેઓને હડસેલી કાઢો; કેમ કે તેઓએ તમારી વિરુદ્ધ બંડ મચાવ્યું છે.
11 પણ તમારા પર ભરોસો રાખનારા બધા આનંદ કરશે; તમે તેમનું રક્ષણ કરો છો માટે તેઓ સદા હર્ષનાદ કરશે. વળી તમારા નામ પર પ્રેમ કરનારા તમારામાં હર્ષ પામશે.
12 કેમ કે તમે ન્યાયીને આશીર્વાદ આપશો. હે યહોવા, જાણે ઢાલથી તેમ મહેરબાનીથી તમે તેને ઘેરી લેશો.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×