Bible Versions
Bible Books

Psalms 97 (GUV) Gujarati Old BSI Version

1 યહોવા રાજ કરે છે; પૃથ્વી ના લોકો હરખાઓ; ટાપુઓનો સમૂહ આનંદ પામો.
2 મેઘો તથા અંધકાર તેમની આસપાસ છે; ન્યાયીપણું તથા ઇનસાફ તેમના રાજ્યાસનનો પાયો છે.
3 તેમની આગળ અગ્નિ ચાલે છે, તે તેમની આસપાસ તેમના શત્રુઓને બાળી નાખે છે.
4 તેમની વીજળીઓએ જગતને પ્રકાશિત કર્યું; તે જોઈને પૃથ્વી કાંપી.
5 યહોવાની સમક્ષ, આખી પૃથ્વીના ઈશ્વરની સમક્ષ, પર્વતો મીણની જેમ પીગળી ગયા.
6 આકાશો તેમનું ન્યાયીપણું પ્રગટ કરે છે, સર્વ લોકોએ તેમનો મહિમા જોયો છે.
7 કોરેલાં પૂતળાંની સેવા કરનારાઓ, અને મૂર્તિઓમાં અભિમાન કરનારાઓ, તેઓ સર્વ ફજેત થાઓ. હે સર્વ દેવો, તમે ઈશ્વરને ભજો.
8 હે યહોવા, તમારાં ન્યાયનાં કાર્યો વિષે સાંભળીને સિયોન આનંદ પામ્યું, અને યહૂદિયાની દીકરીઓ હરખાઈ.
9 હે યહોવા, તમે આખી પૃથ્વી પર પરાત્પર છો; તમે સર્વ દેવો કરતાં શ્રેષ્ઠ છો.
10 હે યહોવા પર પ્રેમ કરનારાઓ, તમે દુષ્ટતાનો દ્વેષ કરો; તે પોતાના ભક્તોના આત્માઓનું રક્ષણ કરે છે; દુષ્ટોના હાથમાંથી તે તેઓને છોડાવે છે.
11 ન્યાયીઓને માટે અજવાળું, તથા હ્રદયના યથાર્થીઓને માટે આનંદ વાવવામાં આવ્યાં છે.
12 હે ન્યાયીઓ, તમે યહોવામાં આનંદ કરો; તેમના પવિત્ર નામની કૃતજ્ઞતાપૂર્વક સ્તુતિ કરો.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×